નવસારીના સીમાડેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48ને અડીને બાપ્સનું અદભૂત કોતરણીવાળુ આરસનું મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. આ શિખરબદ્ધ મંદિરના શિખરો ઉપર કળશ ચડી ગયા છે અને શિખરો ધજા અને કળશોથી દીપી રહ્યા છે. રાત્રિના લાઈટથી મંદિરનો નજારો દિવ્ય અને ભવ્ય લાગે છે.

આ પહેલા કળશ પૂજનનો વિધિ થયો હતો. જેમાં પૂ. અનંતવિજય સ્વામીએ શાસ્ત્રોક્તવિધિ મુજબ કળશ પૂજન કરાવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના કૃપાપાત્ર સદગુરૂ સંત પૂ. ડો. વિવેકસાગરસ્વામી, નવસારી મંદિરના મહંત પૂ. આચાર્યસ્વામી, પૂ. પુરૂષોત્તમચરણસ્વામી તથા કોઠારી પૂ. ડો. પૂર્ણકામ સ્વામીએ મુખ્ય કળશો અને દંડના પૂજન કર્યા હતા.

દેશ-વિદેશોના હરિભક્તોએ પણ કળશ મહોત્સવમાં ભાગ લઈ કળશ પૂજન કરી ધન્યતા અનુભવી હતી. બહેનોના વિભાગમાં પણ કળશપૂજન થયું હતું. આ પ્રસંગે નૂતન મંદિરના પ્રાંગણમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.

આ સાથે નવસારી મંદિરનો પાટોત્સવ રંગેચંગે પણ ઉજવાયો હતો. પોથીપૂર્ણિમા મહોત્સવ પણ આજના પ્રસંગ સાથે જોડી દેવાયો હતો. રવિવારે આ ચારે ઉત્સવો એકસાથે ઉજવાયા હતા. હજારો હરિભક્તો માટે મંદિરમાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ થઈ હતી. આ પ્રસંગે સ્વામિનારાયણના સારંગપુર મંદિર નિર્માણ માટે નગાસર ગામના ભદુરભાઈએ પોતાની પત્નીના સખત વિરોધ વચ્ચે શાસ્ત્રીજી મહારાજને દાન આપેલું તે પ્રસંગને સંવાદ દ્વારા યુવકોએ રજૂ કરી દાન આપવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય કળશ મહોત્સવ

Share Your Views In Comments Below