નવસારીમાં શુક્રવારે સવારે તાપમાનનો પારો નીચે ઉતરી 4 ડિગ્રીએ પહોંચી જતા છેલ્લા 25 વર્ષનું સૌથી ઓછુ તાપમાનનો રેકર્ડ તોડ્યો હતો. ગત વર્ષના 4.5 ડિગ્રી તાપમાનનો રેકર્ડ તૂટ્યો હતો.

છેલ્લા 3 દિવસથી નવસારી પંથકમાં તાપમાન ઘટતું જ રહે છે, જે સિલસિલો આજે શુક્રવારે પણ જારી રહ્યો હતો. બુધવારે 9.2 ડિગ્રી અને ગુરૂવારે 5.3 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે શુક્રવારે પણ તાપમાન વધુ 1.3 ડિગ્રી વધુ નીચે ઉતરી સવારે પારો 4 ડિગ્રીએ સ્થિર થયો હતો. 4 ડિગ્રી તાપમાન છેલ્લા 25 વર્ષમાં ક્યારેય રહ્યું નથી.

ગત શિયાળામાં સૌથી ઓછુ તાપમાન 4.5 ડિગ્રી હતું, જે છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછુ હતુ, તેનો રેકર્ડ આજે શુક્રવારે તૂટ્યો હતો. સવાર ઉપરાંત બપોરના સમયે મહત્તમ તાપમાન પણ 24.5 ડિગ્રી જ રહ્યું હતું.

સવારે 4 ડિગ્રી જેટલુ ખૂબ ઓછુ તાપમાન થવાથી નવસારી પંથકના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે ગરમી મેળવવા લોકો ઠેર ઠેર તાપણુ કરતા જોવા મળ્યા હતા. સવાર ઉપરાંત દિવસભર પણ લોકો ગરમ વસ્ત્ર વિના નીકળી શકતા ન હતા. કોલેડવેવના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે તાપમાન ઘટવાની સાથે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ પણ 97 ટકા (ગુરૂવારે 81 ટકા હતુ) થઈ ગયું હતું. બપોરે ભેજ ઘટી 53 ટકા નોંધાયો હતો. સતત બીજા વર્ષે પણ તાપમાન વધુ નીચે ઉતરવાનો શિરસ્તો જારી જ રહ્યો છે.

અઠવાડિયું વધુ ઠંડી
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કડકડતી ઠંડીની અસરને કારણો નવસારીમાં પણ તાપમાન ઘટ્યું છે. અઠવાડિયા સુધી તાપમાન ઘટી ઠંડી રહેશેે. તાપમાનનો પારો ભારતના અન્ય વિસ્તારોની સાથે નવસારીમાં નીચે જઈ રહ્યો છે. - ડો. નિરજકુમાર, હવામાનશાસ્ત્રી, નવસારી કૃષિ યુનિ.

પાકને નુકસાની થઈ શકે
તાપમાન ફ્રિઝીંગ પોઈન્ટ તરફ જાય તો શેરડી, શાકભાજી સહિત ઘણાં પાકોને નુકસાન થઈ શકે છે. આંબા , ચીકુના પાકને ફર્ક પડે નહીં. આંબામાં તો ફલાવરીંગ વધુ થઈ શકે છે. - ડો. અતુલ ગજેરા, ખેતીવાડી અધિકારી, નવસારી

નવસારી 25 વર્ષમાં સૌથી ઠંડુ 4 ડિગ્રી, સૌથી ઓછી 4.5 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો

Share Your Views In Comments Below