વિજલપોરનાં સાંઈ ચેમ્બર એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં એકલી રહેતી મહિલા તેની બહેનનાં ત્યાં લગ્નમાં ગઈ અને રાત્રિનાં સમયે ચોરટાઓ તાળું તોડીને ઘરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ.2.65 લાખની મત્તાની ચોરી ગયા હતા.

વિજલપોરનાં સાંઈ ચેમ્બર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 111માં રહેતી ભારતીબેન ભરત દેસાઈએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પુત્રીનાં લગ્ન બાદ એકલા જ રહેતા હતા. તેઓ 15મી જાન્યુઆરીએ નવસારીમાં તેમની બહેનના ઘરે લગ્ન હોય રાત્રિના 11 વાગ્યે ગયા હતા. સવારે તેમના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરી હતી કે તેમના ઘરનું તાળું તૂટેલું છે અને ઘરના કબાટો પણ ખુલ્લા છે.

જેથી તેઓ તેમના ઘરે આવ્યા હતા અને ઘરે આવીને જોયુ તો તેમના બેડરૂમનાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ. 2.65 લાખની મત્તાની ચોરટાઓ ચોરી કરી ગયા હતા. તેમણે આ બનાવની વિજલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોરટાઓ શું શું ચોરી ગયા
સોનાના પાટલા નંગ 2 રૂ. 80 હજાર, સોનાના નેકલેસ રૂ. 60 હજાર, અછોડો 1 રૂ. 45 હજાર, સોનાની વીટી 4 નંગ રૂ. 20 હજાર, સોનાની ચેઈન 2 રૂ. 40 હજાર, ચાંદીનાં સિક્કા નંગ 25 રૂ. 500 અને રોકડા રૂ. 20 હજાર મળી કુલ રૂ. 2.65 લાખ ચોરી ગયા હતા.

મહિલા બહેનને ત્યાં લગ્નમાં ગઈ ઘરમાં 2.65 લાખની મત્તાની ચોરી

Share Your Views In Comments Below