નવસારીનાં સ્ટેશન નજીક આવેલી ગાર્ડા ચાલથી કોટન મિલ તરફ જતા રસ્તાનું કામ નવસારી પાલિકા દ્વારા ચાલી રહ્યું છે. સોમવારે રસ્તાની કામગીરી દરમિયાન પડેલા ખાડામાં ટ્રક ફસાઈ ગઈ હતી. જેને પરિણામે અડધો કલાક ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા લોકોએ પોતાના વાહનો સાઈડ પર લઈને જગ્યા કરી આપતા બહાર નીકળી હતી.
નવસારીનાં રેલવે ફાટકથી ગાર્ડા ચાલ-શારદા મંદિર તરફ જતા રસ્તા ઉપર નવસારી અને વિજલપોર નગરપાલિકા દ્વારા રસ્તાનાં કામ થઈ રહ્યા છે. અહી રસ્તો સાંકડો હોય ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે. આ રસ્તા પરથી લોકોની આવનજાવન વધુ હોય છે. સોમવારે સવારે અહીંથી પસાર થતી ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયુ હતું. અડધો કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
એ દરમિયાન અહીંથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સમાં દર્દીની નાજુક હાલત જોઈને ચાલકે વાહનચાલકોને રસ્તો ખુલ્લો કરી આપવા આજીજી કરવી પડી હતી. જેને પગલે વાહનચાલકોએ ગંભીરતા જોઈને રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. જોકે નવસારી અને વિજલપોર નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ અત્યંત મંદગતિએ થતા સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક અગ્રણી નીતિન માલવિયા એ પણ શાસકોની કામ કરવાની નીતિને વખોડી હતી. આ રસ્તામાં ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રશાસને અલગ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
લોકો ન ખસ્યા અંતે એક બાઇકચાલક મદદે આવ્યો
અમે 11 વાગ્યા નાં સમયે ઘેલખડી ગયા હતા અને 45 વર્ષીય મહિલાને ચોથી ડીલીવરીનો દુખાવો થતો હોય અમે તેમને લઈ ને સ્ટેશન પાસે થી આવ્યા ત્યારે ટ્રાફિક જામ હોય અમે જગ્યા કરી પણ ટ્રાફિક જામ હોય અમોં એ લોકોને જગ્યા આપવા કહ્યું પણ ટ્રાફિક જામ હોય લોકો ખસ્યા ન હતા પણ એક બાઈક ચાલક યુવાન આવ્યો અને તેણે પોતાની બાઈક આગળ ચલાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો મહિલાને પ્રસુતિ માટે સિવિલમાં દાખલ કરી હતી. - અનીલ પટેલ, સામાજિક અગ્રણી દેવચંદ ચાલ નવસારી
કામ વહેલી તકે પૂર્ણ કરે
આજે ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સનાં ચાલકે દર્દીના જીવન બચાવવા માટે આજીજી કરવી પડી તે શરમની વાત છે. નવસારી અને વિજલપોર પાલિકામાં ભાજપનાં શાસકો હોવા છતાં 8 માસમાં પણ રસ્તાનાં કામ પૂર્ણ થતા નથી. આ કામ વહેલી તકે પૂર્ણ કરી લોકોની સમસ્યાને દુર કરવી જોઈએ. - અનીલ પટેલ, સામાજિક અગ્રણી દેવચંદ ચાલ નવસારી
પોલીસ મૂકે તો સમસ્યાનો ઉકેલ લાવી શકાય
ઘણા વખતથી સમસ્યા છે. જેને કારણે પાલિકાનાં શાસકો વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિક થાય તે માટે સમસ્યાનો ઉકેલ લાવવા અર્થે કોઈ વ્યવસ્થા કરી નથી. આ સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસકર્મીઓ મુકાય તો પણ સમસ્યાનો ઘણે અંશે ઉકેલ લાવી શકાય એમ છે. - જય વાઘ, સ્થાનિક, નવસારી
પાયલટની આજીજી પણ લોકો ન ખસ્યા, અંતે એક બાઇકચાલકે પાયલોટિંગ કરી એમ્બ્યુ.ને બહાર કાઢી