વિજલપોર જીઇબીમાં બુધવારે પાવર બંધ હોય વિજલપોર વિસ્તારમાં એરૂ રોડ પાસેની સોસાયટી નજીક ડીપીનું સમારકામ પૂર્ણ કરી ડીપી નજીક ઉભા રહેલો યુવાન વીજ સપ્લાય ચાલુ થતા કરંટ લાગતા તે ફેંકાઈ ગયો હતો. આ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જલાલપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્તરાયણ વખતે લોકોને જીવન બચાવવા માટે જાગૃતિમાં મેસેજ મોકલતા જીઇબી પોતાના જ કર્મચારીનો જીવન બચાવી શકી ન હોવાની ઘટના વિજલપોરમાં બની છે. મળતી માહિતી મુજબ વિજલપોર વિસ્તારમાં એરૂ રોડ પાસે આર.આર.પાર્ક સોસાયટી નજીક આવેલી ડીપીમાં બુધવારે સમારકામ હાથ ધરાયું હતું, જ્યાં હાલમાં કોન્ટ્રાકટ કર્મચારી તરીકે કામ કરતા જીજ્ઞેશ રમેશ પવાર (ઉ.વ.25 હાલ રહે. જલાલપોર GEB પાછળ, મૂળ રહે. મલીન, ડાંગ) અને અન્ય કર્મચારીઓ સમારકામ કરી રહ્યા હતા.

ડીપીનું સમારકામ કરવા માટે જીગ્નેશ પવાર ચઢ્યો હતો અને તે કામ પૂર્ણ કરી સાંજે 4.30 વાગ્યે ઉતર્યો હતો. એ વેળાએ તે ડીપી પાસે ઉભો હતો ત્યારે અચાનક મુખ્ય વીજ પ્રવાહ શરૂ થઈ જતા જીગ્નેશ પવારને કરંટ લાગતા દૂર ફેંકાઈ ગયો હતો, જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે.

ડિટેઈલ ઇન્વેસ્ટીગેશન થયા બાદ ખબર પડશે
વિજલપોરનાં આર આર પાર્ક ખાતે એલટી લાઈનનું સમારકામ કરતી વેળાએ અચાનક  વીજ પ્રવાહ ચાલુ થઈ જતા કર્મી લાઈન નજીક હોય તેને કરંટ લગતા તે દૂર ફેંકાયો હતો અને ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં તપાસ થયા બાદ જ સત્ય હકીકત ખબર પડશે. - જે.એન.ત્રિવેદી, ડેપ્યુટી ઈજનેર, વિજલપોર સબ ડિવિઝન

ડીપી સમારકામ કરી નીચે ઉતર્યો અને વીજ પ્રવાહ ચાલુ થતાં જ યુવાન ફેંકાયો અંતે મોત

Share Your Views In Comments Below