નવસારીમાં ઘણા સમયથી સુરત ના તડીપાર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા ઉપર આજે સાંજે છાપરા રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીના ભાગે લાગતા ગંભીર ઇજા પામેલ વસીમ બિલ્લાનું સારવાર દરમિયાન મોત થયું.

સુરત ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ભાઈગીરી અને ખંડણી ઉઘરાવતો હતો. તડીપાર હોય વસીમ બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો.

આજે રાત્રે વસીમ કાર લઈને નવસારીના છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતના શખ્સ સાથે રૂ.5 કરોડની લેતીદેતીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી અને વસીમ તેના ઘર પાસે આવવા નીકળતા તે મણિનગર છાપરા રોડ પાસે પહોંચતા ગેટ પાસે આ ચારેક કેટલા યુવાનો આવી તેમની કાર અટકાવી ને ચારેક રાઉન્ડ ગોળી છાતીમાં ધરબી દીધી ને ફરાર થઈ ગયા હતાં. વસીમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું. રાત્રિના અંદાજે 10.45 વાગ્યાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે આવીને કાર્યવાહી શરૂ કરી હતી.

અનેક ફિલ્મ સ્ટારો સાથે ફોટા પડાવવાનો શોખીન હતો
વસીમ બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બૉલીવુડ કલાકારો સાથે કામ કર્યું હતું. સુરતમાં ગુનેગારોની સાથે રહી ટપોરી બન્યો હતો. તેના સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિત બૉલીવુડ કલાકારો સાથે ફોટો પણ છે.

અગ્રણી બિલ્ડરને ધમકી આપી હતી
તાજેતર માં દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી અને બિલ્ડર ને ધમકી પણ આપી હતી. વસીમ બિલાએ ઘણા દુશ્મન ઉભા કરતા કોઈએ ઢીમ ઢાળ્યું હોય તેવી ચર્ચા છે

વરાછામાં જમીન પર કબજો જમાવ્યો હતો
વસીમ બિલ્લા સામે વરાછામાં જમીન પર કબજો કરવાનાે ગુનો ઉપરાંત ખંડણી અને ધમકી આપવા અંગે વોરા સમાજના અગ્રણી બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. અસંખ્ય ગુના કરતા સુરતથી તડીપાર કરાયો હતો.

સુરતના ખંડણીખોર વસીમ બિલ્લાની 5 કરોડની લેતીદેતીમાં નવસારીમાં ગોળી મારી હત્યા

Share Your Views In Comments Below