સ્વચ્છતા સર્વેક્ષણમાં 2017માં અવ્વલ રહ્યા બાદ સતત બે વર્ષ પાછળ રહેલ નવસારી પાલિકામાં 2020માં ક્રમાંક સુધારવા દોડધામ શરૂ થઈ છે.

2017 થી ભારત સરકારે શહેરોમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરે તે માટે સ્વચ્છતા સર્વેક્ષણ હરીફાઈ શરૂ કરી હતી.આ હરીફાઈમાં પ્રથમ વર્ષે જ પશ્ચિમ ઝોનની પાલિકાઓમાં અહીંની નવસારી પાલિકાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ ના વર્ષમાં નવસારી સ્વચ્છતાની હરીફાઈમાં ટોચનો ક્રમ જાળવી શકી ન હતી અને 2018માં 88મો અને 2019માં તો 101મો ક્રમ મેળવ્યો હતો.

હાલ 2020નું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. આ સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષનો ક્રમ સુધારવા નવસારી પાલિકા પ્રયત્ન કરી રહી છે. ચાલુ સાલ શહેરમાં કચરાનું વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ કરવાનું શરૂ થઈ ગયું હોય એ બાબત પાલિકાના હિતમાં છે. જોકે લોકોનો સ્વચ્છતા બાબતનો ફીડબેક પણ સર્વેક્ષણમાં મહત્વનું પાસું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની લિન્કમાં જઈ પુછાયેલ સવાલોના જવાબો આપી ફીડબેક આપવાનો હોઈ છે.

મળતી માહિતી મુજબ 28 જાન્યુઆરી સુધીમાં 7 હજાર ફીડબેક નવસારીમાંથી ગયા છે, જે ઓછા છે. શહેરની હાલની 2 લાખની વસ્તી પ્રમાણે 40 હજાર ટાર્ગેટ ફીડબેક નો છે. હવે 29 થી 31 જાન્યુઆરી ત્રણ દિવસ જ ફીડબેક માટે રહ્યા છે, જેટલા વધુ ફીડબેક મળશે તેટલો નવસારીનો સ્વચ્છતામાં ક્રમ આગળ લાવવામાં મદદ મળશે. ફીડબેકના કુલ 6 હજારમાંથી 1500 માર્ક હોવાનું જાણવા મળે છે.

ફીડબેક માટે પૂછાતા સવાલો
 • શું તમને ખબર છે તમારુ શહેર 'સર્વેક્ષણ'માં ભાગ લઈ રહ્યું છે.
 • કોમર્શિયલ જાહેર વિસ્તારોની સ્વચ્છતા પર તમામ શહેરને કેટલા માર્ગ આપો છો.
 • કચરા એકત્રીત કરનારા દ્વારા 'સુકા-ભીના' કચરાને અલગ કરીને આપવા કહેવાય છે.
 • તમારા શહેરના રસ્તામાં રોડ ડિવાઈડરો યોગ્ય રીતે છોડથી આવરી લેવામાં આવ્યા છે.
 • શહેરના જાહેર શૌચાલયના સ્વચ્છતા સ્તર પર કેટલાક માર્ક આપો છો.
 • શહેરના ખુલ્લામાં શૌચની સ્થિતિ વિશે જાણો છો
 • શહેરના કચરામુક્ત શહેરના સ્ટારરેટીંગ વિશે જાણો છો.
 • શહેરને તમારી આસપાસ સ્વચ્છતાના સ્તર પર કેટલા માર્ક આપો છો.

આ વખતે નવસારીના પ્લસ પોઈન્ટ
 • નવસારીમાં ભીના-સુકા કચરાનું વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ.
 • ઘરે ઘરેથી અલગથી ભીનો-સૂકો કચરો લેવો.
 • કચરાપેટીઓની સંખ્યા ઓછી કરી
 • શહેરભરમાં જાહેર સ્થળોએ ડસ્ટબીન મુક્યા
 • ભીના કચરાનું ખાતર બનાવવાનું પ્રાથમિક તબક્કે શરૂઆત.

સર્વેક્ષણનું માર્કિંગ આ રીતે થાય છે
 • 1500 માર્ક ફીડબેક
 • 1500 માર્ક પાલિકાનું ડોક્યુમેન્ટસન
 • 1500 માર્ક સરકારી ટીમનું નિરીક્ષણ(શહેરમાં જાતતપાસ)
 • 1500 માર્ક સર્ટીફિકેસન(સ્ટાર રેન્કિંગ,ઓડીએફ વિગેરે)

શહેર 'કચરાપેટી મુક્ત' થવા તરફ
શહેરની સ્વચ્છતાના માપદંડમાં 'કચરાપેટી' પણ મહત્વની છે. કચરાપેટી મુક્ત શહેર હોય એ સારી બાબત કહેવાય! નવસારીમાં 2017માં સર્વેક્ષણ શરૂ થયું ત્યારે 49 કચરાપેટી હતી, જે હાલ ક્રમશ: ઘટાડી માત્ર 8 રહી છે. જે સ્થળોએ કચરાપેટી ઉઠાવાઈ તે સ્થળને બ્યુટીફાઈ કરવાનો પ્રયત્ન કરાયો છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારીનો ક્રમ સુધારવા પાલિકાની દોડધામ

Share Your Views In Comments Below