દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રથમ વર્ષમાં 7 લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલ મેમોરિયલને 30 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થાય છે.

1930માં મહાત્મા ગાંધીએ જ્યાં સુધી પગપાળા ચાલી કુચ કરી હતી એ ઐતિહાસિક દાંડીમાં સરકારે સોલ્ટ મેમોરિયલ બનાવવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ અગાઉ ગાંધી નિર્વાણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ 70 કરોડથી વધુના ખર્ચે બનેલ સોલ્ટ મેમોરિયલને દાંડીમાં ખુલ્લું મૂક્યું હતું. 30 મીએ આ મેમોરિયલને એક વર્ષ પૂરું થાય છે.

વર્ષ દરમિયાન મેમોરિયલમાં પ્રવાસીઓ આવતા રહ્યા છે. શનિ અને રવિવાર ઉપરાંત રજાના દિવસોએ પ્રવાસીઓની અવરજવર વધુ રહી છે. મેમોરિયલ બન્યાના એક વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. વડાપ્રધાને જેની આશા રાખી હતી તે મુજબ શૈક્ષણિક પ્રવાસે આવી ઇતિહાસની માહિતી મેળવી રહ્યા છે. સરેરાશ રોજ 2250 પ્રવાસી આવ્યા હતા એમ કહી શકાય. પ્રવાસીઓની સુવિધા માટે છત્રી, વહીલચેર, ખાદીના ઝભ્ભા વિગેરે પણ ક્રમશઃ ઉમેરવામાં આવી હતી.

નજીક રેસ્ટોરન્ટ ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી
આમ તો મેમોરિયલમાં અનેક પ્રકલ્પો છે જેમાં દાંડીકૂચ ના તમામ પદયાત્રીઓની પ્રતિમા,પથ્થરમાં કંડારેલા દાંડીકુચની ઝાંખી,ઝીલ,15 ફૂટની બાપુની આકર્ષક પ્રતિમા ,સોલર ટ્રી,પિક્ચર બતાવતું થિયેટર,સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ,મ્યુઝિયમ વિગેરે નો સમાવેશ થાય છે,જેમાં આકર્ષક સોલ્ટ ઉત્પાદન પ્રોજેકટ ઘણો સમય બંધ રહ્યો છે.હાલ પુનઃ ચાલુ થયો છે.હજુ જોકે નજીક રેસ્ટોરન્ટ જેવી સુવિધા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડે છે.

આજે 'પોસ્ટલ કવર' રિલિઝ કરાશે
ગાંધી નિર્વાણ દિને દાંડીકૂચની સ્મૃતિમાં કૂચની ઝાંખી કરાવતી બાપુની તસવીરવાળુ પોસ્ટલ કવર (સાથે કવર પરનો સિક્કો) રિલિઝ કરવામાં આવશે. આ સમયે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ, જિલ્લા પંચાયતના ડો. અમિતાબેન પટેલ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી સુનિલ શર્મા પણ હાજર રહેશે. સવારે 11.30 કલાકે કાર્યક્રમ થશે.

દાંડી મેમોરિયલમાં વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા

Share Your Views In Comments Below