નવસારીના હિરાના વેપારી પાસે રૂ.60 લાખ નાં હીરાની ચકચારિત લૂંટ પ્રકરમાં ચાર પૈકી ત્રણ આરોપીની પોલીસે અટક કરવામાં સફળતા મેળવી હતી. જયારે મુખ્ય સૂત્રધારની સુરત રેંજની પોલીસે 28મીએ મોડી સાંજે અટક કરી હતી. બુધવારે મુખ્ય સૂત્રધારને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.

નવસારીમાં ગત 21મી જાન્યુઆરીએ હિરાના વેપારી સુરેશ શાહને ઘરે જતા હતા ત્યારે ઘર નજીક આવેલ અજીત સોસાયટી પાસે તેમને બાઈક પર આંતરીને ત્રણ યુવાનોએ ઝપાઝપી કરીને રૂ. 60 લાખનાં હિરા ભરેલી બેગની લૂંટ કરીને નાસી ગયા હતા. પોલીસને વિજલપોરનાં વાળંદે મદદ કરીને રૂ.56.83 લાખનાં હીરા ભરેલા પેકેટ પરત કર્યા હતા.

આ લૂંટમાં સામેલ મેહુલ બારોટ અને હરજી ચૌધરી (બંને રહે. બનાસકાંઠા)નામના યુવાનોની અટક 26મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી. જ્યારે મેહુલ બારોટ અને હરજી ચૌધરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન બંને આરોપી પાસેથી 193.46 કેરેટ કિંમત રૂ.૩.86 લાખનાં હીરા પણ રીકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસને આ લૂંટમાં મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળી હતી.

જોકે આ ઘટના મુખ્ય સુત્રધાર પરબત દેસાઈ (મૂળ. બનાસકાંઠા) ઝડપાયો નહતો. જેની ગત 28મીએ મોડી સાંજે સુરત રેંજ આઈજીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા અટક કરાઈ હતી. નવસારી પોલીસે બુધવારે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 31મી જાન્યુઆરી બપોર સુધીના તેના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી
મુખ્ય સૂત્રધાર પરબત ઉર્ફે કાયર હરિભાઈ રબારી (રહે. 203, સીતા રેસીડન્સી A, ડાયમંડ સિટી, શાંતાદેવી રોડ, નવસારી, મૂળ બનાસકાંઠા)ની 28મીએ સુરત પોલીસે ગ્રીડથી અટક કરી હતી. પોલીસે અન્ય આરોપીઓ છે કે કેમ ? આ સાત દિવસ ક્યા ક્યા રોકાયો? વધુ મુદ્દામાલ હોય શકે? તેની તપાસ માટે સાત દિવસનાં રિમાન્ડની માંગ કરતા કોર્ટે બે દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.

હિરાની લૂંટનો મૂખ્ય સૂત્રધાર ઝડપાયો, બે દિવસના રિમાન્ડ

Share Your Views In Comments Below