નવસારી જિલ્લામાં 27મીએ જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રિલિમનરી પરીક્ષામાં ધો. 10નું ગુજરાતી વિષયનું પેપર મહેસાણા જિલ્લામાં પ્રસિદ્ધ થયેલા ખાનગી પ્રકાશનનું પેપર બેઠું ઉતારો કરી મૂકી દેતા આ બાબતે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ કસુરવાર શિક્ષકને ઠપકો આપ્યાનું અને શિક્ષકની જવાબદારી શું છે તે બાબતે DEOએ આચાર્યનાં સોશ્યલ મિડિયા ગ્રુપમાં દરેક આચાર્યને શિક્ષકોની જવાબદારી અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક શબ્દોમાં સૂચના આપી હોવાની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.

નવસારી જિલ્લામાં 27મી જાન્યુઆરીથી દરેક માધ્યમિક શાળામાં ધો. 9થી 12ની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 27મીએ ધોરણ 10 ગુજરાતીનું પેપર હોય વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. કોઈ શિક્ષકની નજરે આ ગુજરાતીનું પેપર મહેસાણા જિલ્લાનું ખાનગી પ્રકાશનનું બેઠું જ પેપર હોય તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી. જેથી નવસારી શિક્ષણ જગતમાં પેપર કાઢનારા આળસુ શિક્ષકને આ બાબતે ઠપકો આપ્યો હતો. આ શિક્ષકનાં છેલ્લા એક વર્ષમાં થયેલા ઇજાફા રદ કરવાનો હુકમ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી.

જોકે અન્ય જિલ્લાનાં ખાનગી પ્રકાશકનું બેઠું જ પેપર પરીક્ષામાં મૂકી દેવાતા શિક્ષણ જગતમાં ચર્ચાનું સ્થાન બન્યું હતું. જોકે DEOએ શિક્ષાત્મક કાર્યવાહી અને ત્યારબાદ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આચાર્યનાં સોશ્યલ ગ્રુપમાં એક ઓડિયો કલીપ વાયરલ કરીને શિક્ષકની જવાબદારી વિશે જણાવીને પોતાના શિક્ષકો પાસે મહેનત કરાવવા માટે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત આ પેપર કોઇ ખાનગી પ્રકાશનના પુસ્તકમાં પણ હોવાની વાતો બહાર આવી હતી. હાલ તો આ વાતને લઇ શિક્ષક અને વિદ્યાર્થી વર્ગમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

ઓડિયો ક્લિપમાં DEOએ શું કહ્યું
લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષકો હવે આળસુ થતો જાય છે કે ખાનગી પ્રકાશનનું પેપર બેઠું જ ઉતારી દેવાનું અને જોડણી પણ ન સુધારવાની, નિબંધ પણ ન બદલ્યો ? આચાર્ય તરીકે તમે દરેક શિક્ષકને સતેજ કરો. જે જગ્યાએથી રોટલો મળે છે તેમને વફાદાર બનો. આ ઘટના પરથી લાગે છે કે તમે ટેસ્ટનાં પેપર પણ ન કાઢતા હશે. ખાનગી શાળા ખુબ જ મહેનત કરાવે છે, જેથી પરિણામ સારું આવે છે. આપણા સંતાનો માટે આપણે પેપર કાઢીએ છીએ. સરકારી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આપણે તેમને આગળ નથી લાવવા ? પરિણામ સારું આવે તે માટે દરેક શાળામાં જૂથ બનાવો દરેકને પરીક્ષા માટે અલગ તૈયારી કરાવો. શિક્ષકો ને વહેલા ઘરે ન જવા દો તેમની પાસે પેપર કઢાવો અને મહેનત કરાવો. જે કોઈ શિક્ષક કામ કરવાની ના પાડે તો મારી પાસે લાવો તેમને શિક્ષા કરીશું હવે આવું ચલાવી ન લેવાય.

ધોરણ 10 ગુજરાતીનું પેપર સરખું નીકળતા DEOનો આચાર્યના ગ્રુપમાં ઠપકો આપ્યાનો ઓડિયો ફરતો થયો

Share Your Views In Comments Below