સમાજ ને શાશ્વત શાંતિ અને જીવનને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય તેવું સ્થાન એટલે મંદિર. માનવ-ઉત્કર્ષનું એક વિશિષ્ટ કેન્દ્ર એટલે મંદિર. મંદિરો સદવિચાર અને સદાચારના વિતરણ કેન્દ્રો છે. સામાજિક, નૈતીક, શૈક્ષણિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષના સેવા કાર્યોની અવિરત ભાગીરથી વહાવતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મંદિરોનું સમાજમાં અનેરું યોગદાન રહેલું છે. નવસારીની પાવન ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહરાજે 2012માં અહીં સંગેમરમરના ભવ્ય શીખરબધ્ધ મંદિરના નિર્માણનો શુભારંભ કર્યો હતો. તેઓની પાવન પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બી.એ.પી.એસ. નૂતન મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા વિધી મહોત્સવ આજે તા. 30-01-2020, ગુરુવાર, વસંત પંચમીના દિવસે ઉજવાયો હતો અને મંદિર સમગ્ર જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયુ હતું.

બી.એ.પી.એસ. મંદિર ભારતીય શિલ્પ-સ્થાપત્ય અને કલાકોતરણી યુક્ત અને સંગેમરમરના આરસના પથ્થરોમાંથી તૈયાર થયેલ છે. 10 એકરના પરિસરમાં આ મંદિરની લંબાઈ 205 ફૂટ, 188 ફૂટ પહોળાય તથા ઉંચાય 82 ફૂટ છે જેમાં બારીક કોતરણી વાળા કલામંડિત 222 સ્તંભો, 150 તોરણો, 900 ફૂટ લાંબી બેનમૂન ગજેન્દ્ર-પીઠ અને અવતારો, દેવી-દેવતાઓ અને મહાન ભક્ત-પરમહંસોની સુંદર રુપપ્રતિમાંઓ, ભગવાન સ્વામિનારાયણની લીલાઓના 44થી વઘું પથ્થરમાં કડાંરાયેલા શીલ્પકૃતિઓ અને કલાત્મક 5 શિખર, 2 ઘુંમટ તથા 17 ઘુંમટીઓ અને તેના ઉપર 19 સુવર્ણરહિત કળશો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ, અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી સીતા-રામ-હનુમાનજી તથા શ્રી શિવ-પાર્વતી-ગણેશજી અને ગુરુપરંપરાની મૂર્તીઓની પ્રતિષ્ઠા વૈદિક વિધીથી શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ. સમગ્ર ભારતભરમાંથી 51 પવિત્ર નદિઓના જળ અને ઔષધી કળશમાં ભેગું કરવામાં આવ્યાં હતાં અને કળશનું શાસ્ત્રોક વિધીથી પુજન થયું અને ત્યાર બાદ આ પવિત્ર જળથી મૂર્તિઓનો અભિષેક વિધી કરવામાં આવ્યો હતો. સંસ્થાના વિદ્વાન સંતો અને બ્રાહણો દ્વારા સમગ્ર વિધી શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો હતો. જેમાં ઉડ્ડપી, દક્ષિણ ભારતમાંથી 9 બ્રાહ્મણોએ વાદ્યનું વાદન કર્યું હતું. મહાપુજામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ, સદગુરુ સંતો, દેશ વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા.

પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરના મુખ્ય દરવાજાનું વૈદોક્ત વિધીથી અનાવરણ કરી નૂતન શીખરબધ્ધ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. સવારના 7. વાગ્યે થી લઈને 12 વાગ્યા સુધી વિધી ચાલી હતી અને અંત ભાગમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજે અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધી કરી આરતી ઉતારી હતી તથા સદગુરુ સંતોએ અન્ય સ્વરૂપોની આરતી ઉતારી હતી. આ પ્રસંગે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આર્શીવાદ આપતાં જણાવ્યું હતું કે, ‘’નવસારી ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સનાતન દેવોની અહીં વૈદોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તમામ ભક્તો અને નવસારી શહેરની પ્રજાજનો સુખી થાય તથા આખા વિશ્વમાં સંપ, શાંતિ, શ્રધ્ધા અને એકતા જળવાય રહે અને તમામ ભક્તજનોના દેશકાળ સારા થાય.’’ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના હજારો આબાલ વૃદ્ધ ભક્તો અને સંતોના સમર્પણથી રચાયેલા આ મંદિરનો મૂર્તીપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભક્તિ ભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં 1100 કરતા વધુ મંદિરોનું નિર્માણ થયેલ છે જે, ભારતીય સંસ્કૃતિના મુલ્યો અને સમાજ સેવાનાં ધબકતા ઉર્જા કેન્દ્રો બની રહ્યાં છે. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીનાં નેજા હેઠળ 162 પ્રકારની પ્રવૃત્તિઓનું સફળતા પૂર્વક સંચાલન પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક અભિયાનો કાર્યરત છે. રંભાસ ખાતે ચાલતી આદિવાસી છાત્રાલય અને સ્કુલ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કાર યુક્ત શિક્ષણ આપવામાં આવે છે.

નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાંજે મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્-વિવિધ કાર્યક્રમો તથા સદગુરુ સંતોના પ્રવચનનો લાભ મળ્યો હતો. આ ઉપરાંત પ.પૂ. મહંતસ્વામી મહારાજે આર્શીવચનો લાભ આપ્યો હતો. દેશ-વિદેશના 20,000થી વધારે ભાવિક ભક્તોએ સભામાં પધારી મહાપ્રસાદનો લાભ લીધો હતો. નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભા યાત્રા અને વિશ્વશાંતિ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60થી વધુ પ્રસ્તુતિઓ, 300થી વધારે સંતો તથા દોઢ કી.મી. કરતા વધારે લાંબી આ શોભાયાત્રામાં 4000થી વધારે હરિભક્તો જોડાયા હતા. આ ઉપરાંત 3800 કરતા વધારે યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.

મહંતસ્વામીના હસ્તે નવસારીમાં BAPSના નૂતન શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ

Share Your Views In Comments Below