સુરતથી નવસારીમાં લગ્નમાં આવેલું સૌરાષ્ટ્રવાસી પરિવાર લગ્નમાં મહાલીને કારમાં પરત રિંગરોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તા ઉપર માટીના થરને કારણે રસ્તો જોઈ ન શકતા કારચાલકે પોતાની કાર ઉપરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી બાજુમાં આવેલ ખાડીમાં કાર પડી હતી. આ ખાડીમાં પાણી ઓછું હોય અને તાત્કાલિક કારમાં બેસેલા પરિવારનાં બધા લોકો દરવાજો ખોલીને બહાર આવ્યા હતા.

જોકે, તેમની કાર ખાદીના ગંદા પાણીમાં ફસાઈ જતા આ વાત જલાલપોરના સ્થાનિક યુવાનોને ખબર થતાં તેઓએ આવીને કારને કાઢવા અને સુરત લઈ જવા માટે બીજી ક્રેન મંગાવીને કાર સુરત સુધી પહોંચે તેવી મદદ નવસારીના યુવાનોએ કરતાં સુરતના પરિવારે યુવાનોની મહેનતને વંદન કરી ભાવુક બન્યા હતા.

સુરતના વરાછા રોડ ખાતે રહેતા ઘનશ્યામ ગોલવિયા બાંધકામનો વ્યવસાય કરે છે.તેઓનાં સબંધી નવસારીનાં જલાલપોર ખાતે રહેતા હોય લગ્નમાં મહાલવા આજ રોજ સવારે પોતાની કારમાં આવ્યા હતા.લગ્નમાં સામાજિક વિધિ પતાવીને પરત સુરત ખાતે બપોરે 2 વાગ્યાનાં સુમારે જવા નીકળ્યા હતા. ત્યારે પ્રકાશ ટોકીઝ થી વિરાવળ જકાતનાકા રિંગ રોડ પરથી પસાર થતા હતા.

ત્યારે અચાનક પૂર્ણા નદી પાસે ગટરલાઈન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હોય ત્યાં વળાંક પાસે માટીના ઠર હોય આ કારના ચાલકને આગળ રસ્તા બાબતે અદાજ ન આવતા તેમની કારની સ્પીડ વધુ હોય તેમની કાર બાજુમાં આવેલ ગંદા પાણીની ખાડીમાં પડી હતી. જોકે, ખાડીમાં પાણી ઓછું હોય કારમાં બેસેલા કારચાલક સહીત ચાર જેટલી મહિલા સભ્યો બહાર નીકળતાં બચાવ થયો હતો પણ કાર પાણીમાં હોય તેને કાઢવા માટે સુરતનાં ગોલવિયા પરિવાર વિમાસણમાં હતો.

જેની જાણ જલાલપોરના સ્થાનિક યુવાનો વિશાલ ઠક્કર અને નીતિન માલવિયાને થઈ હતી તેમણે ઘટના સ્થળે આવીને આ કાર કાઢવા માટે હેવી ક્રેન મંગાવ્યું હતું અને કારને ખાડીમાંથી કઢાવી હતી. કારને નુકસાન થતાં તેને સુરત ખાતે સર્વિસ સ્ટેશન લઈ જવા માટે બીજી ક્રેનની વ્યવસ્થા કરી આપી હતી.

નવસારીના રિંગ રોડ પર માટીને કારણે કાર ખાડીમાં ઊતરી ગઇ

Share Your Views In Comments Below