નવસારીનાં લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત ખીચડી સેન્ટરમાં જમવા ગયેલા એક ગ્રાહકનાં જમવામાં શાકમાં મરેલો વંદો મળી આવ્યો હતો. તેમણે આ અંગેનો વિડિયો વાયરલ કરી દીધો હતો, જેના કારણે નવસારી શહેરનાં સ્વાદનાં શોખીનો માટે આંચકો સમાન હતો. જો કે આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી કેવી છે તેના ઉપર પણ લોકો ચર્ચા કઈ રહ્યા હતા.

નવસારીનાં લુન્સીકૂઈ વિસ્તારમાં નગરપાલિકાનાં શોપિંગ સેન્ટરમાં આવેલી પ્રખ્યાત ખીચડી સેન્ટરમાં શનિવારે બપોરના સમયે એક ગ્રાહક હોટલમાં જમવા ગયો હતો. બપોરના સમયે જમતી વેળાએ પીરસવામાં આવેલ શાકમાં મરેલો વંદો આ ગ્રાહકને દેખાયો હતો. આ બાબતે હોટલનાં સંચાલકો પણ અજાણ હોય ગ્રાહકે પોતાની જમવાની થાળીમાં પીરસવામાં આવેલ શાકમાં વંદો દેખાતા તેનો વિડિયો બનાવીને વહેતો કરતા નવસારીનાં સ્વાદનાં શોખીનો પણ અવાક થઈ ગયા હતા.

નવસારીનાં મોટાભાગના સ્વાદનાં શોખીનો આ હોટલમાં લગ્નપ્રસગે ઓર્ડર પણ આપે છે ત્યારે આ હોટલ ની સ્વચ્છતા ઉપર એક સવાલ ઉઠાયો છે. આ ખીચડી સેન્ટર અગાઉ થી જ વિવાદિત છે નગરપાલિકાની ખુલ્લી જગ્યાનો કબજો લઈ ને તેનો ગેર કાયદેસર વપરાશ કરતા હોય તે અંગે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જમવાની થાળીમાં મરેલો વંદો નીકળવાની ઘટના બાબતે ખીચડી સેન્ટરની સ્વચ્છતા અંગે સવાલ ઉઠ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોટલની સ્વચ્છતા અંગે અચાનક ચેકિંગ હાથ ધરે તેવી માંગ ઉઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે ફૂડ વિભાગને જાણ કર્યા છતાં શનિવાર રાત સુધી કોઇ તપાસ હાથ ધરવામાં આવી ન હતી. ફૂડ વિભાગને જન આરોગ્ય બાબતે ફૂરસદ નથી.

વખાણેલી ખીચડી દાઢે ચોંટી : ખીચડી સેન્ટરમાં ગ્રાહકના શાકમાંથી મૃત વંદો નીકળતા હોબાળો

Share Your Views In Comments Below