નવસારીમાં હાલ પાણી યોજનામાં બેજ તળાવ છે, જેમાં પૂર્વ બાજુએ નહેરનું પાણી દુધિયા તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને અપાય છે તો પશ્ચિમ બાજુએ જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં નહેરનું પાણી ઠાલવી ફિલ્ટર કરી પશ્ચિમ વિભાગના લોકોને અપાય છે. આમ તો નહેરનું રોટેશનમાં 20-20 દિવસે પાણી મળે તો ઉક્ત બે તળાવમાં સ્ટોરેજ પાણી આખા શહેરને બે ટાઈમ પાણી આપવા માટે પૂરતું છે પરંતુ રોટેશન 20 દિવસથી લંબાઈ તો ‘પાણીકાપ’ મુકવો પડે એમ છે.

હવે શહેરના અન્ય ત્રણ તળાવો સરબતિયા, ટાટાતળાવ અને થાણા તળાવમાં પણ પાણી યોજનામાં જોડવામાં આવે તો નહેરનું પાણી 30થી 35 દિવસે પણ મળે તો શહેરીજનોને બે ટાઈમ પૂરતું પાણી આપી શકાય છે. પાલિકાની આ તળાવ જોડવાની યોજના અંતર્ગત દુધિયા તળાવ સાથે સરબતિયા અને ટાટા તળાવ જોડશે તથા પશ્ચિમે ટાટા તળાવ સાથે થાણા તળાવ જોડાશે. અન્ય 3 તળાવમાં સ્ટોરેજ પાણીથી ‘પાણીકાપ’ શહેરમાં ન રહે યા ખુબ ઓછો રહી શકશે.

તળાવો જોડવાનું આ રહ્યું કારણ
આમ તો ભૂતકાળમાં નવસારીમાં પાણીકાપ રહેતો ન હતો પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષ ઉકાઈ ડેમમાં પાણી પૂરતું ન હોય તથા નહેરની મરામતને કારણે પાલિકાને 30થી 60 દિવસે પાણી નહેરનું મળતું હતું. જેથી પાલિકા પાણીકાપ મુકી એની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપવું પડી રહ્યું છે. આ સ્થિતિ ટાળવા માટે જ 10-11 મહિના અગાઉ પાલિકાને શહેરના અન્ય ત્રણ તળાવને પણ પાણી યોજના સાથે સાંકળી એકીકરણ કરવાની યોજના બનાવવાનો વિચાર સુઝ્યો હતો.

2022માં યોજના પૂર્ણ થવાની શક્યતા
પાલિકાએ પાંચ તળાવની એકીકરણની યોજનાનું કામ શરૂ કરી દીધુ છે. લાઈનો નંખાઈ રહી છે. જોકે યોજના 2021 અંત યા 2022ની શરૂઆતમાં સમગ્રત: પૂરી થવાનો અંદાજ હોવાનું પાલિકા દ્વારા જણાવાયું છે.

દુધીયા અને ટાટા ત‌ળાવની જેમ 5 તળાવ એકબીજા સાથે જોડાશે
 • 2,00,000 - નવસારીની વસ્તી
 • 2 - ત‌ળાવ હાલ યોજનામાં
 • 5 - તળાવને જોડી દે‌વાશે
 • 4,25,00, 000 - 5 તળાવ જોડવાનો ખર્ચ
 • 180 લિટર - પ્રતિદિન વ્યક્તિ દીઠ વપરાશ
 • 100 કરોડ - લિટર બે તળાવની કેપેસિટી
 • 150 કરોડ લિટર - 5 તળાવની કેપેસિટી

નવસારીમાં પાણી પ્રશ્ન ઉકેલવા 5 તળાવનું એકીકરણ

Share Your Views In Comments Below