નવસારીમાં રવિવારે પ્લેટફોર્મ નં 2 ઉપર આવેલી ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનમાં એક મુસાફરનો મોબાઈલ અને રોકડ ભરેલુ પાકિટ ચોરાઈ ગયું હતું. જેનો 20થી 22 વયનાં યુવાન ઉપર શક જતા તેને લોકોએ પ્લેટફોર્મ ઉપર ઉતારીને ઢોર માર માર્યો હતો. જે મોબાઇલ ચોરીની શંકાએ યુવાનને માર મરાયો હતો તે મોબાઇલ ટ્રેનના કોચમાંથી મળી આવ્યો હતો.

લોકોને કાયદો હાથમાં લેવાનો કોઇ અધિકાર નથી સુપ્રિમ કોર્ટે અવારનવાર થઇ રહેલી મોબ લિંચિંગની ઘટના ઉપર ચિંતા કરી તેના પર કાબૂ લેવા રાજ્ય સરકારને આદેશ કરેલો છે.

નવસારીમાં રવિવારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 ઉપર એક યુવાનને ચોર સમજીને માર માર્યાની ઘટના બની હતી. સુરતથી ઉપડેલી ગુજરાત એક્ષપ્રેસ ટ્રેન નવસારીનાં પ્લેટફોર્મ નં. 2 ઉપર આ ટ્રેન 11.20 વાગ્યે આવી હતી. જેમાં સુરતથી એક મુસાફરનો મોબાઈલ અને 35 હજાર રોકડા ભરેલું પાકિટ ખોવાયું હતું. સુરતના મુસાફર સાથે આ યુવાન સાથે જ મુસાફરી કરતો હોય તેની પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો.

જેથી મુસાફરોએ આ યુવાનને ચોર સમજીને ટ્રેનમાંથી ઉતાર્યો હતો અને પ્લેટફોર્મ નં. 2 ઉપર ઉતારીને મેથીપાક આપ્યો હતો.વધુ તપાસ માટે નવસારી રેલવે સ્ટેશનનાં હેકો પ્રવીણભાઈને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં જે મોબાઈલ ચોરાયાનો શક કર્યો હતો તે મોબાઈલ આ ટ્રેનમાંથી મળી આવ્યો હતો. જ્યારે રોકડ ભરેલુ પાકિટ મળ્યું ન હતું.

યુવાનને પૂછપરછ કરી છોડી દેવાયો
સુરતથી રેલવે ટ્રેનમાં ચડેલા આ યુવાને પોતાનું નામ શાદાબ જણાવ્યું હતું. તે સુરતમાં રહેતી બહેનને મળી વસઈ પરત ઘરે જઈ રહ્યો હતો. તેની પાસે ટીકિટ પણ ન હતી. તેણે જણાવ્યું કે મને મારતા હતા ત્યારે પાકિટમાં મુકેલ ટીકીટ ચોરાઈ હતી અને પૈસા પણ ગયા હતા. શંકાનાં આધારે તેને પોલીસ મથકે રાખ્યો હતો. સાંજ સુધી કોઈ ફરિયાદ આપવા ન આવતા તેની પૂછપરછ કરી છોડી મુકાયો હતો. - પ્રવિણભાઈ, હેકો, નવસારી રેલવે

નવસારીમાં મોબાઈલ ચોર સમજી યુવાનને ઢોર માર માર્યો

Share Your Views In Comments Below