નવસારીમાં લોન અપાવવાના બહાને ગ્રાહક પાસેથી 3 લાખ ઉઘરાવી લીધા બાદ લોન નહીં અપાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં ગ્રાહક કોર્ટે લોન અપાવવા લીધેલી 3 લાખની રકમ વ્યાજ સહિત ગ્રાહકને પરત કરવા ફાયનાન્સિયલ સર્વિસના પ્રોપરાયટરને હુકમ કર્યો છે.

નવસારીના ટાપરવાડ ખાતે રહેતા અબ્દુલ્લા એ. શેખને નાણાની જરૂર પડતા તેણે મેઘા રેસિડન્સીમાં ઓફિસ ધરાવતા દર્શન સુરેશ પટેલ (સાંઈ ફાયનાન્સ સર્વિસીસના માલિક) પાસે ગયા હતા અને રૂ. 30 લાખની લોન અપાવવા માટે જણાવ્યું હતું. તેમણે વિવિધ ચાર્જ પેટે રૂ.૩ લાખ લીધા હતા અને લોન માટેના વિવિધ દસ્તાવેજો આપ્યા હતા.પણ લોન ન અપાવતા અબ્દુલ્લા શેખે આખરે રૂ.૩ લાખ પરત આપવા માટે જણાવ્યું હતું.

લોન અપાવનારે  માત્ર 25 ટકા રકમ રૂ. 75 હજાર આપવાનું જણાવીને ફાઈલ ક્લોઝ કરવા માટેની નોટીસ આપી હતી.આ બાબત અન્યાયી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધ હતી. જેથી આખરે અબ્દુલ્લા શેખે એડવોકેટ આરીફ શેખ મારફતે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જેમાં એડવોકેટે વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલો કરી હતી અને કોર્ટે દલીલોને માન્ય રાખીને ગ્રાહક કોર્ટે દર્શન પટેલ (સાંઈ ફાયનાન્સ સર્વિસીસના માલિક)ને  રૂ. 3 લાખ રકમ ફરિયાદની તારીખથી 9 ટકાનાં વ્યાજ સહિત દિન 30માં ચૂકવવાનો આદેશ કર્યો હતો અને શારીરિક-માનસિક ખર્ચના અલગથી રૂ. 5 હજાર ચૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ગ્રાહકને 3 લાખ વ્યાજ સાથે પરત કરવા નવસારી કોર્ટે હુકમ કર્યો

Share Your Views In Comments Below