લોકમાતા ગણાતી નદીઓ અને દરિયાદેવને પ્રદુષિત થતા અટકાવવા માટે જ તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની શ્રીજીની મૂર્તિઓને નદીમાં વિસર્જિત કરવાના સ્થાને નદી કિનારે જ કૃત્રિમ તળાવો બનાવીને નાની મૂર્તિઓને આ તળાવોમાં વિસર્જિત કરવા કડક અમલીકરણ કરાયું હતું.

નવસારી જિલ્લાના વિરાવળ ગામમાં પૂર્ણા નદી કિનારે નગરપાલિકા અને રામજી ટ્રસ્ટ દ્વારા બે કૃત્રિમ તળાવો ગણેશ વિસર્જન માટે બનાવાયા હતા. પૂર્ણા નદીમાં વિસર્જિત કરાયેલી 3000 મૂર્તિ ઉપરાંત 500 જેટલી ગણેશજીની મૂર્તિ કૃત્રિમ કૂંડમાં વિસર્જિત કરાઇ હતી જે હજુ પણ ગંદકી નીચે દબાયેલી છે.

ચાર માસ થયા છતાં કૃત્રિમ તળાવ બુરવાની કોઇએ તસ્દી લીધી નથી અને હદનું બહાનું કાઢી એકબીજા પર ખો અપાઇ રહી છે. આ કૃત્રિમ કૂંડ નજીક પરપ્રાંતિય બાળકો સાથે કેટલાક પરિવાર મજૂરી અર્થે આવેલા છે. તેમના બાળકો રમતા રમતા તળાવમાં ડૂબી જવાની દુર્ઘટના પણ બની શકે છે, પરંતુ તળાવ બુરવા કોઇ તૈયાર નથી.

અમને વિશ્વાસમાં લીધા વગર તળાવ બનાવ્યા હતા
નવસારી નગર પાલિકા અને ગણેશ વિસર્જન ટ્રસ્ટ આ બંને દર વર્ષે અમને વિશ્વાસમાં લીધા વગર જ આ તળાવો અને ઓવારા બનાવાની કામગીરી કરતી હોય છે. આ વિસર્જન માટેનો જે પણ ચાર્જ આવે છે તે પણ મંદિરના ટ્રસ્ટમાં જ જાય છે. એમના જ માણસો આવીને આ કામગીરી કરે છે. અમે તો માત્ર સેવા આપીએ છીએ. બાકી તમામ કામગીરી ગણેશ વિસર્જન સમિતિ અને પાલિકા જ આ તમામ કામોનું ધ્યાન આપે છે. - દીપેશ પટેલ, સરપંચ, વિરાવળ ગ્રા.પં.

જેણે તળાવો ખોદયા એમણે જ પૂરવા જોઈએ
કૃત્રિમ તળાવોની વાત કરવામાં આવે તો હદ વિસ્તાર કોઈનો પણ હોય પરંતુ જેણે આ તળાવો ખોદયા છે એમણે જ આ તળાવોને પુરવા જોઈએ. જે કામ માટે તળાવો ને ખોદવા માં આવ્યા હતા એ કાર્ય પૂર્ણ થતાં જ તળાવોને પુરી દેવા જોઈએ. - પિયુષભાઈ પટેલ, ચેરમેન, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત નવસારી

હદ થઇ! પાલિકા કહે છે અમારી હદમાં નથી
આ સંદર્ભે નવસારી પાલિકાના ઈજનેર રાજુભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર અમારી હદમાં આવતો નથી અને અમે તો માત્ર વર્ષમાં એકવાર ગણપતિના વિસર્જન માટે આ જગ્યાનો ઉપયોગ કરીએ છે. આ હદ તો વિરાવળ ગ્રામ પંચાયતની લાગે છે, તેમ છતાં અમે માણસો મોકલીને જોવડાવી લઈશું.

500 ગણેશ મૂર્તિ વિસર્જિત કર્યાના 4 માસ બાદ પણ કૂંડ પુરાયા નથી

Share Your Views In Comments Below