દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહેલા ચીન થકી ફેલાયેલા કોરોના વાયરસને પગલે અત્યાર સુધી 425 લોકોના મોત થયા છે. ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.હાલમાં કેરળમાં કોરોના વાયરસ ના 3 પોઝિટિવ કેસો સામે આવતા લોકોમાં પણ ભય ફેલાયેલો છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ પણ આ બાબતે સાબદુ થઈ તૈયારીમાં લાગી ગયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા નવી સિવિલ ખાતે આઈસોલેસન વોર્ડ બનાવીને તેમાં પુરુષ અને મહિલા વિભાગ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ છેલ્લા એક મહિના દરમિયન ચીનથી આવેલા કુલ 36 વિદ્યાર્થીઓ અને વિઝિટર્સને આરોગ્ય વિભાગે ઓબ્ઝર્વેશનમાં રાખીને તેમના જ ઘરે 14 દિવસ સુધી મેડિકલ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે.

જોકે હજુ કોઈ પણ પોઝિટિવ કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા નવસારીના ખાનગી હોસ્પિટલોને પણ આગોતરી તૈયારીઓ કરવા માટેની સૂચના અપાઇ છે. નવસારી જિલ્લામાં ચીનથી આવેલા લોકો પૈકી નવસારી તાલુકામાં 17, ગણદેવી 4, ચીખલી 2 અને જલાલપોર તાલુકામાં 13 મ‌ળી કુલ 36 લોકો નોંધાયા છે. જો કે આ તમામની તપાસ કર્યા બાદ કોઈ પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.

દરિયાઈ જીવથી ફેલાયો કોરોના વાયરસ
ભારત સરકારે હાલ લોકોને ચીનની યાત્રા કરવા માટે મનાઈ ફરમાવી છે. જેથી લોકો આ વાયરસની ચપેટમાં ન આવે. બીજી બાજુ અત્યાર સુધી ચીનમાં 425 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. ચીનના વુહાન શહેરમાં 14 હજાર લોકો આ વાયરસની ચપેટ છે. દરિયાઈ જીવ અને જાનવરોના કારણે ફેલાયેલા આ રોગના લીધે દુનિયાના 26થી પણ વધારે દેશોમાં સંક્રમણ ફેલાયેલું છે. જોકે વાયરસના લીધે મારનારાઓ નો મૃત્યુ આંક 2.2 ટકા નોંધાયો છે.

નવસારી સિવિલમાં આઇસોલેસન વોર્ડ તૈયાર
નવસારી સિવિલ કોરોના વાયરસના કેસો સામે લડવા માટે આગોતરું તૈયાર છે. હોસ્પિટલના સ્ટાફ ને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે તેમજ આઇસોલેસન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી અચાનક કોઈપણ પોઝિટિવ કેસ સામે આવે તો દર્દીને અલગથી સારવાર આપી શકાય. - ડો. કે.એન. શાહ, આરએમઓ. નવસારી સિવિલ હોસ્પિટલ

ચીનથી નવસારી પાછા આવેલા 36 જણા ઓબ્ઝર્વેશનમાં, રોજ ચેકઅપ કરી રિપોર્ટ અમદાવાદ મોકલશે

Share Your Views In Comments Below