સંસ્કારી નગરીના નામને સાર્થક કરતી શહેરના મધ્યમાં આવેલી સયાજી વૈભવ લાઇબ્રેરી વાંચે ગુજરાત અભિયાન સાથે આજે ગુજરાત સરકાર સાથે મળીને લોકોને ફરીથી વાંચતુ કરી પુસ્તકો તરફ વાળી રહ્યું છે.

બાળપણથી જ બાળકોમાં મોબાઈલના સ્થાને પુસ્તકોના સંસ્કારનું સિંચન થાય એ હેતુ સાથે વેકેશનના સમયમાં વાંચનોત્સવ ઉજવીને ચાલો વાંચીએ, ચાલો લાઇબ્રેરીમાં 8થી 14 વર્ષના બાળકો માટે અભિયાન ચલાવે છે. વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત 2010ના વર્ષથી મહાદેવભાઈ દેસાઈ થકી કરાયા બાદ ગુજરાત સરકારે પણ આ અભિયાનને આગળ ચલાવ્યું છે. તેઓ આ અભિયાનના ગુજરાત સરકારના સેક્રેટરી તરીકે નિમણૂક પામેલા છે, જે નવસારી માટે ગૌરવની વાત છે.

મહાત્મા ગાંધીજીના 150મી જયંતીના ભાગરૂપે ચાલતા અભિયાનમાં નવસારી જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પુસ્તકો સાથે જોડવામાં સતત કાર્ય કરી રહી છે. 42 વર્ષથી અવિરત રીતે લાઇબ્રેરીના તમામ કાર્યો સાથે જોડાયેલા નવસારીના રત્ન એવા મહાદેવભાઈ દેસાઈ અને પ્રમુખ પ્રશાંતભાઈ પારેખે તેમજ જયપ્રકાશભાઈ મહેતા દ્વારા નવસારીના વાંચકોને પુસ્તકપ્રેમી બનાવવા માટે અને તેના માટેના અલગ અલગ અભિયાનો માટે પ્રયતશીલ રહેતા હોય છે.

જીવન ચરિત્રો, તત્વ જ્ઞાન અને નવલકથાઓ વાંચવાનું લોકોને વધુ પસંદ, માર્ક ઝૂકરબર્ગ પણ યુવા વર્ગની પસંદ
મોબાઈલ સાથે સતત જોડાયેલા સમયમાં પણ જીવન ચરિત્રો, તત્વ જ્ઞાન અને નવલકથાઓ વાંચવાનું લોકો વધુ પસંદ કરે છે. જેમાં ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગ અને બિઝનસમેન સ્ટીવ જોબ સાથે જોડાયેલા પુસ્તકો યુવાવર્ગ વધુ વાંચવાનું પસંદ કરે છે. આ સિવાય ચેતન ભગત, અશ્વિની ભટ્ટ, હરિકિશન મહેતા, ગાંધીજી, સરદાર પટેલના પુસ્તકોનો ચાહક વર્ગ પણ ખૂબ જ વધ્યો છે.

વાચકોમાં મહિલા અને પુરૂષોનું પ્રમાણ એક સમાન
અત્યાર સુધી લાઈબ્રેરીમાં કુલ 6027 લોકો સભ્ય બનીને પુસ્તક વાંચનનો રોજીંદો લાભ લઇ રહ્યા છે. દરરોજ 200 જેટલા અલગ અલગ વિષયો ઉપરના પુસ્તકો સભ્યો વાંચન કરવા માટે ઘરે લઈ જતા હોય છે. લાઇબ્રેરી સાથે જોડાયેલા વાંચકોમાં મહિલા અને પુરૂષોનું પ્રમાણ સમાન છે વર્ષે 300થી 400 જેટલા નવા વાંચકો જોડાય છે.

સતત 25 વર્ષથી અવિરત વાચન યજ્ઞ શરૂ
લાઇબ્રેરી દ્વારા વર્ષ 1995થી ચાલતા મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં દર મહિનાના પહેલા શનિવારે યુવાઓ માટે, બીજા શનિવારે બાળકો માટે, ત્રીજા શનિવારે મહિલાઓ માટે અને ચોથા શનિવારે જનરલ લોકો માટે વાર્તાલાપ યોજાય છે. ભારતભરમાં ચાલતી એકમાત્ર લાઇબ્રેરી છે, જેમાં 25 વર્ષથી સતત આવી પ્રવૃત્તિ ચાલે છે, જે લોકોને પુસ્તકો તરફ વાળે છે.

જાહેર રજાના દિવસોમાં પણ લાઇબ્રેરી ચાલુ
લાઇબ્રેરીમાં હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દુ, અંગ્રેજી અને મરાઠી ભાષાઓના કુલ 1,38,401 પુસ્તકો વાંચકો માટે ઉપલબ્ધ છે. વર્ષની અનિવાર્ય સંજોગોને લઈને રહેતી 10 રજાઓ સિવાય 355 દિવસ રાત્રિના 10 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ લાઇબ્રેરી ચાલુ રહેતી હોય છે.

પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ
પીએચડી કરતાં લોકો માટે થિસીસની એવી પુસ્તકો કે જે દુર્લભ હોય અને બીજે ક્યાંય પણ મળતા ન હોય તેવા પુસ્તકો પણ નવસારી જિલ્લામાં માત્ર અહીં ઉપલબ્ધ છે, જે ખુબજ મહત્ત્વનું રહ્યું છે.

સયાજી વૈભવ લાઇબ્રેરીનો વૈભવ : 6027 કાયમી સભ્ય, 200 પુસ્તક રોજ વંચાય છે

Share Your Views In Comments Below