નવસારીમાં પાંચ હાટડી ખાતે રહેતી સાજેદા અશરફ ધાનાની (મૂળ રહે. આહવા દેવલપાડા)એ નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેઓ છેલ્લા 12 વર્ષથી ડ્રેસ મટિરિયલ, ઘરવખરીનો સામાન વેચે છે. તેઓ બે વર્ષથી નવસારીમાં રહે છે. ગત 15મી નવેમ્બરે તેમને ત્યાં સાહિસ્તા ઇમરાન મેમણ (રહે. રોયલ આર્કેડ એપાર્ટમેન્ટ, નવસારી)આવીને જણાવ્યું કે તેઓનું ટાટા હોલમાં કપડા-ઘરવખરીનું પ્રદર્શન ચાલે છે.

જેમાં તેમની પાસેથી માલ ઉધારમાં જોઈએ છે અને માલ વેચીને નાણા આપશે તેમ જણાવીને નવસારીમાં રહેતા મુસ્લિમ અગ્રણીઓની ઓળખ આપી હતી. જેથી તેણીએ ઘર વખરી, ડ્રેસ મટિરિયલ, બેડશીટ, લેડીઝ કુર્તી સહિત ઘરવપરાશની 39 જેટલી આઈટમો કિંમત રૂ. 1.15 લાખ આપી હતી.

આ માલસામાન તેણીનો પતિ રીક્ષામાં ભરી લઈ ગયો હતો. બાદમાં સાજેદાએ નાણાંની ઉઘરાણી કરતા તેમણે રૂ. 2990 જ આપ્યા હતા. બાદમાં નાણાંની માંગણ કરવા છતાં ન આપતા સાજેદાબેને મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રૂ. 3000 આપ્યા હતા, બાકીની રકમ આપી ન હતી અને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સાજેદા તેમના ઘરે તેઓએ ઘર ખાલી કર્યું હોવાની જાણ થઈ હતી અને ત્યાં જતા અન્ય પાંચ લોકો પાસેથી પણ ઘરેણા અને ઉછીના નાણા લઈ પરત ન આપી ભોગ બનાવ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે સાજેદાબેને ફરિયાદમાં ભોગ બનેલા અન્ય પાંચ લોકોનાં મળી કુલ રૂ.4.23 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધી હતી.

બંટી-બબલીએ કોને કેટલો ચૂનો ચોપડ્યો
આરોપી સાહિસ્તા અને તેના પતિ ઇમરાન મેમણ દ્વારા ફરિયાદી સાજેદા ધાનાની પાસેથી રૂ.1.09 લાખ બાકી, અમીનાબેન પાસેથી રૂ.૩૦ હજાર, જાહેદા આસિફ બરોડાવાલા પાસેથી 1.50 લાખ, રીઝવાનભાઈ પાસેથી 19600નાં સોના દાગીના , સલમાબેન પાસેથી 50 હજાર રોકડા, ઇકબાલ હુનાની પાસેથી 1.75 લાખ પૈકી 65 હજાર આપવાના બાકી હોય કુલ રૂ.4.23 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

નવસારીમાં બંટી-બબલીએ 5 જણને 4.23 લાખની ટોપી પહેરાવી

Share Your Views In Comments Below