નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગુરૂવારે મોડી સાંજે યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.

નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું. આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેન્જ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે આ કેસનાં બે શાર્પ શૂટર સહિત ત્રણને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

10 લાખમાં સોપારી આપી હતી
રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, વસીમ બિલ્લાની 22મી જાન્યુઆરીએ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ શંકાના આધારે સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સહિત સાત સામે ગુનો નોંધાયો હતો. પોલીસ ટેક્નિકલ સોર્સ અને બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં બદરી લેસવાલાની ગલીયાકોટ ખાતે આવેલું ફાર્મ હાઉસ સંભાળતો મુસ્તાન ઉર્ફે મામા અલીહુસેન ડોડીયા(ઉ.વ.52)ની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેની ગતીવિધિ પર વોચ રાખી પકડી પાડ્યો હતો. મુસ્તાનની પૂછપરછમાં જણાયું હતું કે, સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સાથે વસીમને ઝઘડો થયો હતો. જેને લઈને ગુનો નોંધાતા વસીમને તડીપાર કરવામાં આવ્યો હતો. વસીમને રસ્તામાંથી હટાવવા માટે મુસ્તાન બાસવાડા ખાતે રહેતા કુતુબીદીન અસગરઅલી વોરા(રહે. રાજસ્થાન) અને શાકીબ સાજીદઅલી રંગરેજ (ઉ.વ.29. રહે. ઉતરપ્રદેશ)ને 10 લાખમાં સોપારી આપી હતી.

શૂટરને ઉધનામાં ફ્લેટ ભાડે લઈ આપી રોક્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે, કુતુબીદીન અને શાકીબને બાઈક સાથે બોલાવી ઉધનાના દાઉદનગરમાં મુસ્તાને ફ્લેટ ભાડે અપાવ્યો હતો. છેલ્લા દોઢેક મહિનાથી સુરતથી નવસારી સુધી રેકી કરવામાં આવી રહી હતી. દરમિયાન 22 જાન્યુઆરીના રોજ નવસારીમાં વસીમની પાંચ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બાઈક પર વેડછા ગામે જતા રોડ પર રસ્તામાં ખાડીમાં બાઈક નાખી દીધી હતી અને હત્યાની રાત વેડછા રેલવે સ્ટેશનની નજીકમાં આવેલી ઝાડીમાં સંતાયા હતા. સવારના ત્રણ વાગ્યે મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી વાપી ઉતરી ગયા હતા. ત્યારબાદ મુંબઈ, અમદાવાદ, અજમેર અને ગલીયાકોટમાં રોકાયા હતા.

પિસ્તોલ શૂટર યુપીથી લઈને આવ્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ 9 એમએમની પિસ્તોલથી વસીમની હત્યા કરી હતી. જે બંને શૂટર યુપીથી લઈને આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝઘડા બાદ વસીમ બદરી લેસવાલાને વારંવાર ધમકી આપી રહ્યો હતો. જેની કારણે બદરી નાસીપાસ થઈ ગયો હતો. બદરી કોર્ટમાં મુસ્તાનની સામે રડ્યો પણ હતો. જેથી મુસ્તાને વસીમની સોપારી આપી હતી. વસીમની હત્યાની દિવસથી બદરી ફરાર છે. જેથી પોલીસને શંકા છે કે, બદરી વસીમ હત્યામાં મુખ્ય કાવતરાખોર છે.

ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં બે શાર્પ શૂટર સહિત ત્રણ ઝડપાયા, 10 લાખમાં સોપારી અપાઈ હતી

Share Your Views In Comments Below