વિજલપોર નગરપાલિકા પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં 2 દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પૂર્વે જ દુકાનની અંદરનો સમાન બળીને ખાખ ગયો હતો.

મળતી માહિતી મુજબ, વિજલપોર નગરપાલિકા પાસે તમાનકર વાડી શોપિંગ સેન્ટરમાં કપડાં, બુટ-ચપ્પલ અને ફરસાણ સહિતની અન્ય દુકાનો આવેલી છે. શુક્રવારે સવારે શોપિંગ સેન્ટરમાં બુટ-ચપ્પલની દુકાનમાં અચાનક લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી કપડાંની દુકાનમાં આગ લાગી હતી.

જોકે દુકાનદાર સહિત સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવી ન હતી. જેથી સ્થાનિકોએ વિજલપોર ફાયર વિભાગને જાણ કરી હતી. અને ફાયર ફાયટરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે જ દુકાનનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે દુકાનમાં સામાન બળી જતા અંદાજે લાખ્ખો રૂપિયાનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું. વિજલપોરની દુકાનમાં લાગેલી આગને પગલે અફરા તફરી મચી ગઈ હતી. કેટલાક સ્થાનિકોએ વિભાગના આપાતકાલીન નંબર ઉપર ફોન પણ કર્યો હતો. પરંતુ તે આપાતકાલીન નંબર બંધ આવ્યો હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.

વિજલપોરમાં 2 દુકાન ભીષણ આગમાં બળીને ખાખ

Share Your Views In Comments Below