નવસારી સિવિલને પી. જી. કોર્સ આપવો કે નહી તે અંગે સરવે કરવા માટે દિલ્હીથી એસેસમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટની એક ટીમ શનિવારે એમ.જી. સિવિલ હોસ્પિટલમાં આવી રહી છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પી. જી. કોર્સ સ્થાનિક કક્ષાએ શરૂ થાય તે નવસારી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારો માટે આવકારદાયક છે. પરંતુ આ કોર્સ માટે નવસારી સિવિલમાં જરૂરી વાતાવરણ અને સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેનું ઇન્સ્પેકશન ટીમ કરશે. આ સંજોગોમાં દિવ્ય ભાસ્કરે દિલ્હીની ટીમના આગમન પૂર્વે એક દિવસ અગાઉ શુક્રવારે હોસ્પિટલનું ઇન્સ્પેકશન કરી સ્પષ્ટ અને લોકો સમક્ષ વાસ્તવિકતાનો એક્સ-રે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જેથી ઇન્સ્પેકશન માટે આવેલી ટીમ કોઈ ખોટા દેખાડાથી ઇમ્પ્રેશ ન થઈ જાય અને વાસ્તવિક બાબતોથી માહિતગાર બને.

સિવિલના એક્સ-રે માં દેખાયેલા પ્રાથમિક ચિત્રમાં હોસ્પિટલમાં હાલ દર્દીઓની વધતી જતી સંખ્યા અને ઘટતા જતા મહેકમને લીધે સતત વિવાદ રહે છે, હોસ્પિટલના અધિક્ષક ડો. રૂપલ જેસ્વાણીની સતત ગેરહાજરીથી વહીવટ ખોરંભે ચઢ્યો છે, દિલ્હીથી આવનારી ટીમને ઉજળુ ચિત્ર દર્શાવવા રાતોરાત હોસ્પિટલમાં સફાઇ કરી સમગ્ર સંકુલ ચોખ્ખુ ચણાક કરી દેવાયું છે. નવસારીને પી.જી. કોર્સ લાયકાતના ધોરણે મળે દેખાડાથી નહીં તેવો ભાસ્કરે રજૂ કરેલા એક્સ-રે નો હેતુ છે.

સિવિલ સર્જનની દેખીતી ગેરહાજરી અંગે તપાસ કરાશે
નવસારી જિલ્લાના લોકોને સિવિલ હોસ્પિટલ પર આટલો બધો વિશ્વાસ છે ત્યારે સરકારની પણ ફરજ બને છે કે ઘટી રહેલા મહેકમને પૂરવા માટે સરકાર પૂરતા પ્રયાસો કરે. તબીબોની ઘટ અને 80 ટકા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરી શકાય તેમજ નવા નિમાયેલા સિવિલ સર્જનની દેખીતી ગેરહાજરીને લઈને પણ તપાસ કરાવવામાં આવશે, જેથી લોકોનાં કામો અટવાય નહીં. પ્રધાનમંત્રી ઔષધિ યોજના અંતર્ગત હોસ્પિટલમાં જેનેરિક દવાઓની માંગને પહોંચી વળવા માટે ઉપલા સ્તર સુધી રજૂઆત પણ કરી દેવામાં આવી છે. - પીયૂષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

નવા સિવિલ સર્જન ડો. રૂપલ જેસ્વાણીને નવસારીમાં રસ નથી
નવસારી સિવિલ હોસ્પિટલમાં પૂર્વ અધિક્ષક ડો. કોડનાની લાંચ લેતા ઝડપાયા હતા અને એમ.જી.જી.સિવિલ હોસ્પિટલની છબી ગાંધીનગર સુધી ખરડાઇ ગઇ હતી. ત્યારબાદ નવા મૂકાયેલા અધિક્ષક ડો. રૂપલ જેસ્વાણીને નવસારીમાં રહેવાનો લેસ માત્ર રસ ન હોય તેવુ તેમની સતત ગેરહાજરીથી જણાઇ રહ્યું છે. હોસ્પિટલમાં અધિક્ષકની ગેરહાજરીમાં સ્વાભાવિક જ વહીવટને અને સુવિધાઓને ગંભીર અસર થઇ રહી છે. અહીં 4 માંથી 2 એમ્બ્યુલન્સ ધૂળ ખાઇ રહી છે. તો સાથોસાથ તસવીરમાં દેખાય છે તે શબવાહિની પણ નિર્જીવ હાલતમાં પડી છે. સાથોસાથ રોજના બીલ પાસ કરવા, કર્મચારીઓની નિયમિતતા ચકાસવા સહિતની બાબતો ખોરંભે ચઢી ગઇ છે.

નવસારીને પી.જી. કોર્સ લાયકાતના ધોરણે મળે દેખાડાથી નહીં તે જરૂરી
નવસારી સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનો કોર્સ શરૂ કરવા માટેની સુવિધા પૂરી પાડી શકાય કે કેમ તેનો સરવે કરવા માટે દિલ્હીની ટીમે નવસારીમાં ધામા નાંખ્યા છે. આ ટીમ હોસ્પિટલના વહીવટ, દર્દીઓને મળતી સુવિધા, હોસ્પિટલમાં જળવાતી સ્વચ્છતા ઓપરેશન થિયેટર, લેબોરેટરી, એમ્બ્યુલન્સ, શબવાહિની સહિતના સાધનોની સ્થિતિ ચકાસવાની હોય હોસ્પિટલના સત્તાધીશોએ ઉજળુ ચિત્ર રજૂ કરવા પ્રયાસ કર્યો છે. જોકે, નવસારીને પી.જી. કોર્સ લાયકાતના ધોરણે મળે દેખાડાથી નહીં તે જરૂરી છે. વહીવટમાં રહેલી થોડી તૃટીઓ દૂર કરાશે તો અહીં પીજી કોલેજ મળવી મુશ્કેલ નથી. તેવુ વિચારી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા રાતોરાત હોસ્પિટલની સફાઇ કરી આખું સંકુલ ચોખ્ખુ ચણાક કરી દેવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં 80 ટકા સ્ટાફ કોન્ટ્રાકટથી રખાયો છે અને વારંવાર સ્ટાફ બદલાતો રહેવાથી પણ નિયમિત યોગ્ય વ્યવસ્થા જળવાતી નથી. જેથી દિલ્હીની ટીમને સારૂ ચિત્ર બતાવવા હોસ્પિટલના સત્તાધીશોને રાતોરાત કસરત કરવી પડી છે. જો તસવીરમાં દેખાય છે તેવી સ્વચ્છતા કાયમ જળવાઇ તો દર્દીઓને અડધી બિમારી માત્ર વાતાવરણથી મટી જાય તેમ છે.

સિવિલમાં સેવા સુધરતાં દર્દીઓની સંખ્યામાં 5 વર્ષમાં ક્રમશ: વધારો

સિવિલ હોસ્પિટલનો વહીવટ સરવાળે સંતોષજનક છે, પરંતુ સરકાર 80 ટકા સ્ટાફ કોન્ટ્રાકટથી ભરતી હોય સ્વાભાવિક જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પાસેથી અપેક્ષા મુજબની કામગીરી લઇ શકાતી નથી. જોકે, તેમ છતાં 5 વર્ષ દરમિયાન દર્દીઓની સંખ્યામાં ક્રમશ: થયેલા વધારાને જોતાં કહી શકાય કે નવસારી જિલ્લાના લોકોને હવે ખાનગી દવાખાનાં કરતાં સિવિલ હોસ્પિટલ પર વધારે વિશ્વાસ છે. જેના કારણે દર્દીઓ રોજ સવારથી જ લાંબી કતારો લગાવીને ઊભા રહે છે.

ઇન્સ્પેક્શન પૂર્વે રાતોરાત નવસારી સિવિલ હોસ્પિટલની શકલ બદલાઈ!

Share Your Views In Comments Below