નવસારીના જુનિયર રેડક્રોસ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપક્રમે રાષ્ટ્રીય યુવા દિવસ વિવેકાનંદ 157મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ‘મારુ નવસારી, મારો જિલ્લો નવસારી’ કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નગર પ્રાથમિક શાળાના 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આપણો પ્રદેશ -શહેર અને જિલ્લાની ઐતિહાસિક, ભૌગોલિક-રાજકીય બાબતોથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને તેમના વ્યક્તિત્વના વિકાસમાં ઉમેરો થાય તેવા આશયથી આ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને 25 સવાલો પૂછવામાં આવ્યા હતા અને તમામનાં 3 વિકલ્પ આપવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને નગરને જાણવા માટે આવી કસોટીઓ ખુબજ આવકાર્ય છે. આ ક્વીઝમાં નવસારી શહેર અને જિલ્લાને લગતા અલગ અલગ સવાલો થકી બાળકોને પોતાના જિલ્લા વિશે માહિતી છે કે કેમ તે અંગે શાળાના શિક્ષકોને અને નગર પ્રાથમિક સમિતિએ આંકડા મેળવ્યા હતા.

શાળા દીઠ 2 બાળકે પણ ભાગ ન લીધો
નગર પ્રાથમિક સમિતિની 21થી વધુ શાળા પૈકી 18 શાળાના 32 વિદ્યાર્થીએ જ ભાગ લેતા કહી શકાય કે શાળાદીઠ કુલ 2 બાળકોએ પણ ભાગ લીધો નથી ત્યારે શું કહી શકાય કે નગર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ક્વીઝ માટે તૈયાર કરવામાં શિક્ષકો ક્યાંક ઉણા ઉતર્યા છે?

બાળકોને ભવિષ્યના ઘડતર માટે તૈયાર કરાયા
જુનિયર રેડક્રોસ દ્વારા થતી આવી પ્રવૃતિઓનો ઉદ્દેશ્ય એજ છે કે આ બાળકો કુદરતી આપત્તિ, રક્તદાન તેમજ પ્રાથમિક સારવાર જેવી બાબતોને બાળપણથી જ શાળા કક્ષાએ તૈયાર કરીને આવનારા ભવિષ્ય અને સમાજના ઘડતર માટે તેમને તૈયાર કરવામાં આવે. - કેરસી દેબુ, માનદમંત્રી

5 હજાર બાળકો જોડાયેલા છે
જુનિયર રેડક્રોસ થકી 19 નવસારી નગર પ્રાથમિક શાળાના 3 હજાર બાળકો અને 21 ખાનગી શાળાના 2 હજાર બાળકો મળી કુલ 5 હજાર બાળકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. જેમાં સ્વાસ્થ્ય, સેવા અને મિત્રતા એમ ત્રણ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. - જશુભાઈ નાયક, કો. ઓર્ડિનેટર, જુનિયર રેડક્રોસ

તાલુકાની સંખ્યા મુદ્દે વિદ્યાર્થીઓ 100 ટકા સાચા
નવસારીના તાલુકાઓની સંખ્યા કેટલી છે ? આ પ્રશ્નના જવાબમાં 100 ટકા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો હતો. જ્યારે નવસારી નગરપાલિકાનો મુદ્રાલેખ અંગેના સવાલમાં 9.68 ટકા જ વિદ્યાર્થીઓ સાચો જવાબ આપી શક્યા હતા. જિલ્લાની સ્થાપના, દાંડી સત્યાગ્રહ અને દાંડીયાત્રા, જાનકી વન અંગેના સવાલમં 87.10 ટકા વિદ્યાર્થીઓ સાચો જવાબ આપ્યા હતા.

મારૂ નવસારી મારો જિલ્લો : ક્વીઝમાં 18 શાળાના બાળકો જોડાયા

Share Your Views In Comments Below