વસીમ બિલ્લાની હત્યામાં નવસારી પોલીસે બે શુટર અને બદરી લેસવાળાનો વફાદાર અને બદરીના ફાર્મ હાઉસના સિક્યુરીટી ગાર્ડ એવા મુસ્તાનની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

આ બાબતે રેંજ આઇજી ડો. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, મુસ્તાન ઉર્ફે મામા અલીહુસેન ડોડીયા (રહે, નુરાની એપાર્ટ, રૂસ્તમપુરા, મૂળ રહે, હારીજ, પાટણ, હાલ રહે, ગલીયાકોટ, રાજસ્થાન) અને શૂટર કુતુબિદ્દીન અસરગરઅલી વોરા (રહે, બાસવાડા, રાજસ્થાન) તેમજ શાકીબ સાજીદઅલી રંગરેજ (રહે, સામલી, યુપી)ની ધરપકડ કરી છે. મુસ્તાન ઉર્ફે મામાએ 10 લાખની સોપારી બન્ને શૂટરોને આપી હતી. જેમાં 2 લાખની રકમ શૂટરોને પહેલા અાપવામાં આવી હતી. જયારે 8 લાખની રકમ કામ પુરૂં થયા પછી આપવાનું નક્કી થયું હતું.

સોપારી આપનાર મુસ્તાન ઉર્ફે મામાને રાજસ્થાનમાંથી પકડયો ત્યારે તેની પૂછપરછમાં બન્ને શૂટરોની હકીકતો સામે આવી હતી. જેથી પોલીસે રાજસ્થાનમાં બન્ને શૂટરોને પકડવા માટે 8 લાખની બાકી નીકળતી રકમ લેવાના બહાને બોલાવી છટકું ગોઠવતા બંને ઝડપાયા હતા. શૂટરો વસીમ બિલ્લાની હત્યા કરવા માટે બે મહિનાથી સુરતના ઉધનામાં આવેલા દાઉદનગરમાં જલાલુદ્દીનના મકાનમાં ભાડેથી રહેતા હતા. રહેવાની વ્યવસ્થા મુસ્તાન ઉર્ફે મામાએ કરી આપી હતી.

સોપારી આપનાર મુસ્તાન ઉર્ફે મામાએ કોના ઈશારે આ સોપારી આપી તે અંગે પોલીસે જણાવ્યું કે મુસ્તાન ઉર્ફે મામા રાજસ્થાનમાં ગલીયાકોટમાં 12 વર્ષથી બદરી લેસવાલાના ફાર્મહાઉસમાં નોકરી છે. બદરી લેસવાલાને ડર હતો કે વસીમ બિલ્લા તેની હત્યા કરી શકે, જેથી 6 મહિના પહેલા બદરીએ ફેમિલીને દુબઈ મોકલી આપ્યું હતું. બદરી લેસવાલા રાજસ્થાન ગલીયાકોટ દર ગુરૂવારે દરગાહ પર જતો હતો. જયા બદરી એક દિવસ આવીને રડતો હતો.

જેથી મુસ્તાને બદરીને પૂછતાં તેણે વસીમથી ડર લાગતો હોવાનું જણાવ્યું હતું. જેથી મુસ્તાને વસીમની ગેમ બનાવી દેવાની વાત કરી, પહેલા બદરીએ ના પાડી અને અલ્લાહ તેને સબક શીખવશે એવુ કહયું હતું. જેથી બદરીને કારણે મુસ્તાને વસીમની ગેમ બનાવી દેવાનું નક્કી કર્યુ હતું. ત્યારે મુસ્તાને કુતુબિદીન અને યુપીના શાકિબને સોપારી આપી હતી. બદરી લેસવાલા બાબતે પોલીસે કહયું કે અમે તેનો સંપર્ક કરવાની કોશિષ કરી પણ મોબાઇલ બંધ આવે છે. બન્ને શૂટરોએ વસીમની હત્યા કરી વેડછા ગામે બાઇક મુકી ઝાડીમાં મોડી રાત સુધી સંતાયા હતા. સવારે બન્ને શૂટરો ટ્રેનમાં મુંબઈ જઈ 4 દિવસ રોકાયા બાદ અમદાવાદ, અજમેર અને ગલીયાકોટ જઈ મુસ્તાનને મળી યુપી ગયા હતા.

વસીમની હત્યાના આરોપી પકડાયા બાદ પોલીસે સત્તાવાર જાહેરાતમાં કહ્યું કે હત્યાની ફરિયાદ નોંધાઈ તેમાં પણ શંકમંદ તરીકે બદરી લેસવાળાનું નામ હતું. જોકે બદરી લેસવાળાની સીધી સંડોવણી બાબતે સ્પષ્ટ કંઈ કહ્યું નથી. વસીમ બિલ્લા બદરી પાસે 5 કરોડ અથવા જમીન માંગતો હતો. સુરતના નાની બેગમવાડીમાં નઝમી ટ્રસ્ટની કરોડોની જમીન આવેલી છે. બરદી લેસવાલા આ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.સપ્ટેમ્બર 2018માં બદરીની ઓફિસમાં વસીમ બીલ્લા અને આરીફ સુરતી આવ્યો હતો.

વસીમે બદરીને કહ્યું કે બદરી ટ્રસ્ટની જમીનમાં મને જગ્યા આપો અગત્યનું કામ છે. બદરીએ જમીન આપવાની ના પાડી હતી. ત્યારે વસીમે કહ્યું હતું કે યે જમીન કા લફડા કેસે સોર્ટ આઉટ કરના હે મેં અચ્છી તરહ સે જાનતા હું.ત્યારે વસીમ કફની ઉંચી કરીને કમરમાં ભેરવેલ દેશી તમંચો બતાવ્યો હતો.ત્યારબાદ 4 થી નવેમ્બરે બદરી લેસવાળા ઘર પાસે ખુરસી પર બેઠા હતા ત્યારે બિલ્લા તેના સાગરીતો સાથે આવીને બદરી કો ખતમ કરદો કહીને હુમલો કરીને હત્યાની કોશિષ કરી હતી.

કોણ છે બદરી લેસવાલા?
બદરી લેસવાળા બિલ્ડર ઉપરાંત ઘણા વ્યવસાય સાથે જોડાયેલા છે અને વહોરા સમાજના અગ્રણી તરીકે અને ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. બદરી વિરુદ્ધ કોઈ ફરિયાદ હજી નોંધાઈ નથી. બદરી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વસીમે તેના પર હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી. વસીમે બદરી પાસે 5 કરોડની ખંડણી માંગી હતી. બદરીએ ફિલ્મમાં ગીત પણ લખ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોણ છે વસીમ બિલ્લા?
સામાન્ય મારામારી બાદ વસીમે ગુનાખોરીમાં આગળ વધી આરીફ સુરતી પર ફાયરિંગ કર્યું હતું. વસીમે એક વીડિયો અાલબમ અને ફિલ્મમાં પણ નાનો રોલ ભજવ્યો હતો. 2017માં વહોરા સમાજના ધર્મગુરૂનો કાર્યક્રમ હતો ત્યારે પણ સમાજના અગ્રણી હુસે ઝવેરી પાસે 10 લાખની અને બદરી લેસવાલા પાસે 5 કરોડની ખંડણી માંગી હતી.વરાછામાં વેપારી પર ખંડણી મુદ્દે હુમલો કર્યો હતો.

ફાઈરિંગ વેળા વસીમનું ધ્યાન મોબાઇલમાં હતું
બન્ને શૂટરો વસીમ બિલ્લાની તમામ ગતિવિધિઓથી વાફેક હતા. ફાયરિંગ કર્યું ત્યારે વસીમ બિલ્લો જીમમાં કસરત કરીને આવ્યો હતો. વસીમ કારમાં બેસીને દરવાજો ખુલ્લો રાખીને મોબાઇલમાં મેસેજ અને કોલ ચેક કરતો હતો. ત્યારે આરોપી કુતુબિદ્દીન બાઇક ચલાવતો હતો અને શાકીબે નજીક આવી 5 રાઉન્ડ ફાયરિંગ કરતા 4 ગોળી વાગી હતી.

25 હજાર ફોન નં. તપાસ્યા
બિલ્લાની હત્યારાનું પગેરૂ શોધવા મોબાઇલ ટાવરમાં 25 હજારથી વધુ નંબરોની તપાસ કરાઈ. તેમાંથી હત્યારાઓની કડી હાથ લાગી હતી. હત્યારાઓને શોધવા પોલીસની ટીમો રાજસ્થાનના સાગબાડા, પ્રતાપગઢ, ડુંગરપુર, ગલીયાકોટ અને બાસવાડા મોકલી હતી.

એરપોર્ટ પર લુક આઉટ નોટિસ
બદરી લેસવાલા ભારતમાં જ છે. તે વિદેશ ભાગી ન જાય તે માટે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ ઈશ્યુ કરવા સૂચના આપી છે. - ડો. પાંડીયન, રેંજ આઈજી

વસીમ બિલ્લા હત્યા કેસમાં બદરીનો સિક્યોરિટી ગાર્ડ સહિત 3 ઝડપાયા

Share Your Views In Comments Below