નવસારીનાં છાપરા રોડ ખાતે રહેતા પિયુષ રૂડાનીએ નવસારી ડીએસપીને લેખિતમાં અરજી આપી હતી. તેમાં જણાવ્યું કે તેઓ કેનેડા જવાના હોય એક ઈમિગ્રેશન કંપની દ્વારા ફાઈલ મૂકી હતી. આ ઈમિગ્રેશન કંપનીએ જણાવ્યું કે તેમના પોઈન્ટ્સ ઓછા પડે છે જેથી તમને કેનેડાનાં વિઝા મળી શકે નહીં.

જેથી તેમણે તેમના સબંધી દ્વારા નવસારીમાં ઈમિગ્રેશન સર્વિસ ચલાવતા ધર્મેશભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવાયું કે હું કેનેડામાં ચાલતી IRCC નામની સંસ્થાનો સભ્ય છું, તમારું કામ કરાવી આપીશ એમ કહી 2500 ડોલર લીધા હતા. જો કામ ન થાય તો નાણા પરત કરવા માટે પણ જણાવ્યું હતું.

8 માસ બાદ ધર્મેશે પિયુષ રૂડાનીને જણાવ્યું કે તમારી ફાઈલ રીજેક્ટ થઈ છે, જેથી પિયુષે રૂડાનીએ તમે IRCCના મેમ્બર હોય તમને જાણ હતી છતાં ફાઈલ કેમ રીજેક્ટ થઈ હોય નાણા પરત માંગ્યા હતા. ઈમિગ્રેશનના સંચાલકે તેને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો અને બાદમાં તેમણે ફોન પણ બંધ કરી દીધો હતો.

ઈમિગ્રેશ સંચાલક જાન્યુઆરીમાં ભારત આવનાર હોય પિયુષ તેમની ઓફિસમાં ગયો હતો ત્યારે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઈમિગ્રેશનના સંચાલકે પિયુષને ઢીકમુક્કીનો માર મારતા ઈજા પહોંચી હતી. જેથી પિયુષે નવસારી પોલીસ મથકે એનસી ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કોઈ કાર્યવાહી ન કરાતા એસપીને અરજી આપી છે.

કેનેડામાં નોકરીની લાલચ આપી 2500 ડોલર પડાવ્યા

Share Your Views In Comments Below