રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતી ની ઉજવણીના ભાગરૂપે નવસારી ની સયાજી વૈભવ સાર્વજનિક લાયબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ ના સમન્વય રહી ગત 9 માસથી નવસારી જિલ્લાની 61 શાળાએ ગાંધીજીના વિચારો સાથે અને તેમના પુસ્તકો વાંચીને મહાત્માને ફરી જીવંત કર્યા હતા. ‘મહાત્માનું મહાત્મ્ય’ અને ‘મહાપ્રયોગોનું અલ્પવિરામ’ સાથે બે દિવસીય સંકલ્પ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપાય તેમજ બાળકોને વાંચન માટે પ્રેરણા થાય જેવા અનેક ઉદ્દેશ્યો સાથે 9 મહિના સુધી ચાલેલા આ ઉત્સવના યજ્ઞમાંથી નવસારી જિલ્લાના બાળકો ગાંધીમય બનીને બહાર આવ્યા છે. 71 શાળાના 22,584 બાળકો વાંચન, વિચાર, અધ્યયન અને અનુશીલન દ્વારા પોતાનામાં બદલાવ લાવી સામાજિક અને રાષ્ટ્રીય પરિવર્તન માટેની નેમ લીધી છે.

મારુ જીવન એજ મારો સંદેશ એવું કહેનારા બાપુ વિશે ચાલેલી આ ઉજવણીના અંતે બે દિવસીય સંકલ્પ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સયાજી લાઈબ્રેરીના આ કાર્યની સુવાસ દિલ્હી સુધી પહોંચી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ સમગ્ર અભિયાન માટે લેખિતમાં લાયબ્રેરીને અભિનંદન અને પોતાનો સંદેશો આપ્યો હતો.

મતિયા પાટીદાર વાડીમાં સંત રમેશભાઈ ઓઝા, જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલ, સુરતના રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયા, એન.જે ગ્રુપના જીજ્ઞેશભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, પ્રશાંતભાઈ પારેખ, જયપ્રકાશભાઈ મહેતા, ઉમાબેન, માધવીબેન સહિત મહાનુભાવો તેમજ જિલ્લાની શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ ઓઝાએ કાર્યક્રમમાં બાળકોના ઉત્સાહ અને તેમની ગાંધી માટેની જીજ્ઞાસાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે મનુષ્ય આ ધરતીનું દુષણ છે અને ભૂષણ પણ છે. જેમ શરીરને ચલાવા માટે હૃદય છે એમ ગ્રંથાલયો શહેરનું હૃદય છે. ગાંધી એક વ્યક્તિ નહીં પણ વિચાર છે.

નવસારીમાં દરેક પ્રભાતે ભાસ્કરના પ્રકાશથી સત્યનાં દર્શન થાય
ભાસ્કર દિવ્ય જ છે અને ભાસ્કરથી શરૂઆત થાય દિવસની અને લોકોને દિવ્ય ભાસ્કરના પ્રકાશમાં સત્યના દર્શન થાય એ દિશામાં ભાસ્કર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે. નવસારીનું એડિશન ઉત્તરોતર અને અવિરત વૃદ્ધિ પામે તેવી શુભકામના. - રમેશભાઈ ઓઝા, કથાકાર

છાત્રોના મનમાં બાપુ જીવંત
એક બાળકના જન્મ માટે ઈશ્વરે 9 માસનો સમય નિયત કરેલો છે. તેવી રીતે જાણે અજાણ્યે સયાજી વૈભવ લાયબ્રેરીએ મહાત્મા ગાંધીજીના વિચારોને વિદ્યાર્થીઓમાં જીવંત રાખવા માટેનો 9 માસનો મહાયજ્ઞ કરીને તેમાં 22,616 વિદ્યાર્થીઓએ બાપુના પુસ્તકો થકી તેમને ફરીથી જીવંત કર્યા હતા. બાપુના જીવનની એવી વાતો કે જે સામાન્ય જનને ખબર નથી તેવી વાતો બાળકોએ રજૂ કરી હતી.

બાપુના આચરણની પ્રતિજ્ઞા
ગાંધી સાર્ધ શતાબ્દીની ઉજવણી થકી ભુલાતા જતા ગાંધીના મૂલ્યો વિદ્યાર્થીઓએ જીવનમાં વણી લીધા જેની સાથે સાથે સત્ય બોલવું, અહિંસા, સ્વચ્છતા, પાણી બચાવો, ભૂમિ બચાવો, પર્યાવરણ બચાવો જેવા મુદ્દાઓ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

ગાંધી વિચારોથી બાળકોએ પપ્પાને છોડાવ્યાં વ્યસન, વડાપ્રધાને આપી શુભેચ્છા

Share Your Views In Comments Below