નવસારીના લુન્સીકુઇ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી વિવિધ વૃક્ષો પર લટકતા ચામડચીડીયા મોડી સાંજ થતા જ ભારે આતંક મચાવતા હોય છે. સેંકડોની સંખ્યામાં નિકળતા આ ચામડચીડીયાનો અધાર લોકોને મુશ્કેલીમાં મુકી રહ્યો છે. તો રાત્રીના ઘરોની બારી ખુલ્લી રહી જતી હોય તો ઘરોમાં પણ ભરાય જતા હોય આ વિસ્તારના લોકો ત્રાસી ગયા છે.

કોરોના વાયરસનુ મુળ જેને મનાય છે તેવા ચામડચીડીયાનો આતંક હવે દુનિયાને દેખાય રહ્યો છે. એક અંદાજ મુજબ ચાઇનાના લોકો ચામડચીડીયાનુ સુપ પીતા હોય છે. અને આ કોરોના વાયરસના જંતુ ચામડચીડીયામાં જોવા મળે છે. જે કદાચ સુપ મારફત માનવીના શરીરમાં દાખલ થયા હોય તેવુ અનુમાન કરાય રહ્યુ છે.

કોરોના વાયરસ થી આજે આખી દુનિયા હલબલી ઉઠી છે કેમકે હવે આ વાયરસ હવા મારફત પ્રસરી રહ્યા છે. ત્યારે નવસારીમાં જમશેદજી ટાટા માર્ગ પર સેંકડોની સંખ્યામાં ચામડચીડીયાનુ ઝુંડ દરેક વૃક્ષો પર લટકતુ જોવા મળે છે. ખાસ કરીને કોર્ટ સંકુલ થી લઇને પારસી હોસ્પિટલ વિસ્તામાં તો હજારોની સંખ્યામાં સાંજે ચામડચીડીયા ઉડતા નજરે પડે છે.

ચામડચીડીયાનો કિલબીલાટ ભર્યો અવાજ ઉપરાંત તેનો હગાર આ વિસ્તારના લોકોને ભારે પરેશાન કરી રહ્યો છે. સાંજ થતા જ મુખ્ય માર્ગ થી લઇને તમામ સોસાયટીઓમાં તેને હગાર જોવા મળે છે. તો સાંજે રહીસોના ઘરોમાં પણ ભરાય જતા હોય આ વિસ્તારના રહીસો પરેશાન થઇ ગયા છે.

નવસારીમાં કોરોના વાઈરસના ભય વચ્ચે લુન્સીકૂઈ વિસ્તારમાં ચામાડચીડિયાનો આતંક: લોકો ત્રસ્ત થયા

Share Your Views In Comments Below