નવસારીને વર્ષ 2017માં કરાટેમાં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અપાવનારા વિસ્પી કાસદ અને વિસ્પી ખરાદી વચ્ચે કૂડો ફેડરેશન ઓફ ઇન્ડીયા સંસ્થામાં નાણાનાં હિસાબ બાબતે બોલાચાલી અને ફોન ઉપર વાતચીતો ચાલતી હતી ત્યારે વિસ્પી કાસદ પર 9 ફેબ્રુઆરીના રોજ સવારે 11-30થી રાત્રિનાં 12-40 વાગ્યા દરમિયાન 40 જેટલા ધમકીભર્યા ફોન આવ્યા હતા. જેમાં અપને બેટેકી જાન જાયેગી તબ તુજકો પતા ચલેગા તેમ કહીં સુરત આયેગા તો જાનશે જાયેગા અને  હિસાબ બાબતે પતાવટ કરવા ધમકી અપાઇ હતી.

આ મામલે વિસ્પી કાસદે નવસારી ટાઉન પોલીસ મથકે ટેલિફોન ઉપર ધમકી આપતા અજાણ્યા 4 જેટલા મોબાઈલ ધારકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ ધમકી વિસ્પી ખરાદી, અલ્તાફ અને હિતેશ મહાજનના ઇશારે અપાઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

નવસારીનાં વિસ્પી કાસદે નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ 2017થી ગુજરાત રાજ્યનાં ઇલેકશન કમિશનના બ્રાંડ એમ્બેસેડર અને ચોવીસી કોલેજનાં પૂર્વ આચાર્ય તરીકે કાર્યરત હતા અને હાલ  તેઓ નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં કરાટેનાં ક્લાસ પણ ચલાવે છે.

વર્ષ 2010માં કરાટે નિષ્ણાંત  મેહુલ વોરા સંચાલિત કૂડો ફેડરેશન ઓફ ઇન્ડીયા–મુબઈ ખાતે કાર્યરત હતું. જેમાં વિસ્પી કાસદ સેક્રેટરી અને વિસ્પી ખરાદી ખજાનચી તરીકે સેવા આપતા હતા. વર્ષ 2017માં ભારત દેશ માટે વિસ્પી કાસદ અને વિસ્પી ખરાદી દ્વારા ત્રીજો અને ચોથો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે કૂડો ફેડરેશન માટે અમુક રકમ ફી પેટે આપી હતી. જેનો હિસાબ વિસ્પી ખરાદી રાખતા હતા.

તે દરમિયાન વિસ્પી ખરાદીએ જીએસટી ભરવા પેટે ૩ લાખ રોકડા લીધા હતા તેનો હિસાબ માંગ્યો હતો પણ વિસ્પી ખરાદીએ મેં કોઈ હિસાબ રાખ્યો નથી તેમ જણાવી ઉડાઉ જવાબ આપ્યો હતો. જે બાબતે 9 માસથી તેમની વચ્ચે વાતચીત થતી હતી. ગત તા.9 ફેબ્રુઆરીના રોજ સવારના 11-30 વાગ્યાથી રાત્રિનાં 12-40 વાગ્યા સુધી ચાર જેટલા મોબાઈલ નંબર ઉપરથી 40 જેટલા ધમકીભર્યા ફોન આવ્યા હતા.

જેમાં તેમના પરિવારને જાનથી મારી નાખવા અને સુરત ખાતે ચાલતા કરાટે ક્લાસમાં ન આવવાની ધમકી અપાઇ હતી. વિસ્પી જીમી ખરાદી, અલ્તાફ, હિતેશ મહાજન અને અજાણ્યા ચાર માણસોએ આ ધમકી આપી હોવાની શંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરાઇ છે. આ અંગે વધુ તપાસ પોસઈ કે.એમ.વસાવા કરી રહ્યા છે.

તેને ધમકી આપવાથી મને કોઈ ફાયદો નથી, ઈન્ટરનેટથી વોઈસ કોલ પર ધમકી અપાઈ છે
મારા વિરૂદ્ધ ફરિયાદ થઈ પણ મારે તેમને ધમકી આપવાથી કોઈ ફાયદો થતો નથી. કૂડોનાં કેટલાક વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છે, તેનાથી તેને મનદુઃખ હોય શકે ! તેને લીધે આ પોલીસ ફરિયાદ આપી હશે. અલ્તાફભાઈનું નામ આપ્યું છે તેણે મારી અને તેમની વચ્ચે મધ્યસ્થી કરવા માટે ફોન કર્યો હતો. ધમકીભર્યા ફોન આવ્યા છે તે બધા ઈન્ટરનેટથી વોઈસ કોલનાં આવ્યા છે. મારા કે મારા ઘરના, મિત્રોના ફોન ઉપરથી કોઇ પણ ધમકીભર્યા ફોન આવ્યા નથી. નોંધાયેલા ફોનનાં આધારે પોલીસ સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ કરાવી શકે છે. - વિસ્પી ખરાદી, સુરત

9 માસ પહેલાં પણ ધમકી અપાઈ હતી પણ સંબંધના નાતે પોલીસ ફરિયાદ કરી ન હતી
તા. 5-4-2019નાં રોજ હું મારા ઘરે હાજર હતો ત્યારે બપોરે 12 વાગ્યાનાં સુમારે હિતેશ મહાજન (રહે.નવસારી)એ ફોન કરી જણાવ્યું હતુ કે, તેઓ કોઈ ખાસ કામથી મળવા માગે છે અને મારા ઘરે આવીને હિતેશ અને અન્ય ત્રણ–ચાર જેટલા શખ્સે કહ્યું હતુ કે, અમને સુરતથી અલ્તાફભાઈએ વિસ્પી ખરાદી સાથેનાં પૈસાની લેવડ દેવડ અંગે પતાવટ કરી લેવા સૂચના આપી છે. વિસ્પી ખરાદી અંગે કાઈ બોલતા પહેલા સાવધાની રાખજો એમ ધમકી આપી હતી પણ વિસ્પી ખરાદી અને પોતે એક જ સમાજનાં હોય તેનું વલણ સુધરી જશે એમ માન્યું હતું. પરંતુ તા.9 ફેબ્રુઆરીએ ધમકીભર્યા 40 ફોન આવતા મારા પરિવારની સુરક્ષા અંગે મને ચિંતિત કરી દીધો હતો. - વિસ્પી કાસદ, ફરિયાદી.

વિસ્પી કાસદની સિદ્ધિઓ
નવસારીનાં વિસ્પી કાસદ વર્ષ 2016-17માં નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનાં બ્રાંડ એમ્બેસેડર, વર્ષ 2017માં ગુજરાત સ્ટેટ ઇલેકશન આઇકોન, 2017માં અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો, પાંચ વાર ગિનિઝ વર્લ્ડ રેકોર્ડધારી, પૂર્વ આચાર્ય,ચોવીસી કોલેજ નવસારી, નવસારીની રોટરી આઈ ઇન્સ્ટીટ્યુટમાં ચક્ષુદાન અંગે માનદ બ્રાંડ અમ્બેસેડર, વર્ષ 2019માં ઇન્ડિયાને એશિયા બુકમાં રેકોર્ડ નોંધાવ્યો. જાપાન ખાતે રાષ્ટ્રીય ચેનલમાં બેસ્ટ સ્વોર્ડમેન ઓફ ધ વર્લ્ડનું પ્રસારણ થયું અને ખિતાબ આપવામાં આવશે.

કરાટેમાં વર્લ્ડ રેકોર્ડ મેળવનાર જુગલ જોડી વચ્ચે નાણાં મામલે બબાલ

Share Your Views In Comments Below