ડિજિટલ ઇન્ડિયાના યુગમાં છેવાડાનો માનવી ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી શકે તે માટે સરકારી કચેરીઓને વેબસાઈટ દ્વારા સાંકળી લેવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ વેબસાઇટને નિયમિત અપગ્રેડ કરવાની પણ તસ્દી લેવાતી નથી.

નવસારી જિલ્લાની વાત કરીએ તો ખેરગામને બાદ કરતા તમામ તાલુકા પંચાયતની વેબસાઇટ હાલમાં અપગ્રેડ થયા વગરની જોવા મળી રહી છે. નિવૃત્ત કે બદલી થઈ ગયેલા અધિકારી જ હજુ પણ વેબસાઈટ પર દર્શાવેલી નામાવલીમાં ફરજ બજાવી રહ્યાં છે. માત્ર પદાધિકારીઓને સારું લગાવડવા છ માંથી ચાર તાલુકા પંચાયત વાંસદા, જલાલપોર, ગણદેવી અને ચીખલીમાં માત્ર પ્રથમ પેજ કે જેમાં ટીડીઅો અને પ્રમુખના નામ આવે છે તે પેજ ગત 30મી મે, 2019ના રોજ અપગ્રેડ કરાયું છે.

જ્યારે નવસારી તાલુકા પંચાયતમાં પહેલું પેજ ગત 12મી ડિસેમ્બર, 2017 ના રોજ અપડેટ કરેલું દેખાય છે. પરંતુ વેબસાઇટના વિઝીટર્સને જોઇતી માહિતી મળી શકે તેવા અન્ય તમામ વિભાગના પેજ પાંચ તાલુકા પંચાયતમાં 11 ફેબ્રુઆરી, 2014 થી અપગ્રેડ જ કરાયા નથી. જેથી કહી શકાય કે ડિજિટલ યુગમાં પાંચ તાલુકા પંચાયતમાં છેલ્લા છ વર્ષથી સૂરજ ઊગ્યો નથી.

નવસારી તાલુકા પંચાયત
નવસારી તા.પં.ની વેબસાઈટ પર બદલી થયેલા એન.આર.પટેલનું નામ હજુ ચાલે છે. જ્યારે હાલ ટીડીઓ બી.એન.પટેલ છે. પ્રમુખનું નામ કે ફોટો જોવા મળતા નથી. જ્યારે હાલ પ્રમુખ તરીકે ચંચળબેન પટેલ છે. પ્રથમ પેજ સિવાય દરેક શાખાઓની કામગીરીમાં છેલ્લું અપડેટ 2014નું દર્શાવે છે.

વાંસદા તાલુકા પંચાયત
વાંસદા તા.પં.ની વેબસાઈટમાં મુખ્ય પેજ પર ટીડીઓ તરીકે બદલી પામેલા ઇન્દુબેન પટેલનું જ નામ યથાવત ચાલે છે.જ્યારે હાલ ટીડીઓ દેસાઇ છે. પ્રથમ પેજને બાદ કરતા કારોબારી-ન્યાય સમિતિના નામોની યાદી સહિતના તમામ પેજ છેલ્લે તા. 11-2-2014 ની હોય સમિતિના સભ્યો હાલ બદલાઈ ગયા છે.

ગણદેવી તાલુકા પંચાયત
ગણદેવી તા.પં.માં પ્રથમ પેજ પર ટીડીઓ કે.આર.ગરાસિયાનું નામ છે. જ્યારે હાલ ટીડીઓ પ્રવિણસિંહ જેતાવત છે. એ જ રીતે અહીં પ્રમુખનું નામ ભીખુભાઇ પટેલ દર્શાવેલું છે. જયારે હાલ પ્રમુખ ભાણીબેન પટેલ છે. આ વેબસાઇટમાં પ્રથમ પેજને બાદ કરતા તમામ પેજ છેલ્લે તા. 11-2-2014 ના રોજ અપડેટ થયેલા છે.

જલાલપોર તાલુકા પંચાયત
જલાલપોર તાલુકા પંચાયતની વેબસાઈટ ખોલતા તેમાં હાલના ટીડીઓ ડી.ડી. વાઘેલાનું જ નામ બરાબર દેખાય છે, જ્યારે પ્રમુખ તરીકે મહેશભાઇ હળપતિ દર્શાવેલા છે, પરંતુ હાલ પ્રમુખ ધીરૂભાઇ પટેલ છે. આ વેબસાઇટમાં પણ પ્રથમ પેજને બાદ કરતા તમામ પેજ છેલ્લે તા. 11-2-2014 ના રોજ અપડેટ થયેલા છે.

ચીખલી તાલુકા પંચાયત
ચીખલી તાલુકા પંચાયતમાં અગાઉ ફરજ બજાવી બદલી પામેલ ટીડીઓ કાજલ ગામીતનું નામ જ યથાવત છે, જ્યારે હાલ ટીડીઓ હિરેન ચૌહાણ છે. જ્યારે વેબસાઇટમાં પ્રમુખનું નામ દર્શાવેલું જ નથી, પરંતુ હાલ પ્રમુખ નરેન્દ્ર પટેલ છે. અહીં પણ છેલ્લે તા. 11-2-2014 ના રોજ અપડેટ થયેલું છે.

ખેરગામ તાલુકા પંચાયત
ખેરગામ તા.પં.ની વેબસાઈટ સમયસર અપગ્રેડ થયેલી છે, પરંતુ તેમાં પણ ટીડીઓ કે.આર. ગરાસિયા દર્શાવેલા છે. જ્યારે હાલ ટીડીઓ ભાર્ગવ મહાલા છે. જ્યારે પ્રમુખનું નામ અને ફોટો દર્શાવેલા નથી. હાલ પ્રમુખ સંગીતાબેન નાયક છે. આ વેબસાઇટ છેલ્લે 24-1-2020 ના અપડેટ થયેલ છે.

નવસારીની 6માંથી 5 તાલુકા પંચાયતમાં ડિજિટલ યુગનો સૂરજ 6 વર્ષથી ઊગ્યો નથી

Share Your Views In Comments Below