હજુ શિયાળાએ વિદાય લીધી નથી ત્યાં તો પોલીસની ઊંઘ ઉડાવે તેવી બંધ ઘરો જોઈને તેના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તાળા તોડવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી તસ્કરોની ટોળકીએ આતંક મચાવ્યો હતો. વિજલપોરમાં 3 બંધ ઘરના તાળાને નકુચા સાથે તોડીને 1 લાખથી વધુની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જયારે નવસારીમાં આવેલા એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીમાં ઘરમાલિક ત્યાં રહેતા ન હોય તેઓ આવ્યા બાદ ફરિયાદ નોધાવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

નવસારી જિલ્લામાં છેલ્લા બે માસથી ચોરીની ફરિયાદ નોંધાઈ નથી. 12 અને 13મી ફેબ્રુઆરીએ તસ્કરોએ એક જ દિવસમાં પોલીસને પડકાર આપ્યો હોય તેમ નવસારી શહેરમાં શાંતાદેવી રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટનાં પહેલા અને ત્રીજા માળે બંધ ફલેટમાંથી ચોરી થયાની માહિતી મળી છે. જો કે આ ઘટનામાં ફ્લેટમાં કોઈ રહેતું ન હોય કેટલાની ચોરી થઈ તે જાણવા મળ્યું નથી. જ્યારે વિજલપોરમાં ત્રણ બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

ઘટના 1 : મારૂતિનગર ઘર નં. B-63માં રહેતા સંજય પાટીલે ફરિયાદમાં નોંધાવ્યું કે તેઓ ધોળાપીપળામાં આવેલા પેટ્રોલ પંપમાં કામ કરે છે. તેમની પુત્રી બીમાર હોય તેમની પત્ની હોસ્પિટલમાં સારવાર અર્થે રોકાઈ હતી. તે દરમિયાન તેમનું ઘર 12મી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી આજે 1૩મી ફેબ્રુઆરીએ સવારે 5.45 વાગ્યા સુધી બંધ હતું. એ સમય દરમિયાન તસ્કરોએ તેમના ઘર બંધ હોય પ્રવેશદ્વારનું તેમજ ઘરના મુખ્ય બારણાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા કબાટનું લોક કોઈ સાધન વડે તોડી તેમાં મુકેલા રોકડા રૂ. 80 હજાર, સોનાની બે વીટી રૂ. 25 હજાર અને 7 ચાંદીના સિક્કા મળી કુલ રૂ. 83200ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ઘટના 2-3 : મારૂતિનગર ઘર નં બી -112માં રહેતા સંજય પાંડુરંગ પાટીલ પરિવાર સાથે ત્રણ વાગ્યાનાં સુમારે ઘરનું તાળું મારી જલગાંવ જવા નીકળ્યા હતા. પાંચ વાગ્યે તેમની સામે રહેતા પડોશીઓએ જોયું તો તેમના ઘરના બારણા ખુલ્લા હતા અને લાઈટ ચાલુ હતી. તેમણે તુરંત સંજયભાઈને ફોન કરી જણાવ્યું હતું. તેઓ ઘરે આવીને જોયું તો તેમના ઘર અને બારણાનું તાળું તૂટેલું હતું. ઘરમાં મુકેલા કબાટનું સમાન અસ્તવ્યસ્ત હતો. કબાટમાં મુકેલા રોકડા 16 હજાર અને એક ફોન મળી કુલ 16500ની તસ્કરોએ ચોરી ગયાનું જણાવ્યું હતું. મારૂતિનગરમાં બંધ ઘર હતું. આ ઘરમાં કોઈ રહેતું ન હતું. જેથી તસ્કરોનો ફેરો ફોગટ ગયો હતો.

ઘટના 4-5 : નવસારી શહેરમાં શાંતાદેવી રોડ ખાતે આવેલ આદિનાથ એપાર્ટમેન્ટમાં પણ બે બંધ ફ્લેટમાં ચોરી થઈ હતી. જેમાં પ્રાપ્ત વિગત મુજબ ફ્લેટ નં 6માં એક મહિલા એકલી રહેતી હતી અને ત્રીજા માળે રહેતા રાજેશ શાહ પરિવાર સાથે અન્ય ઘરે રહેતા હોય બંધ ઘરનું તાળું તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. જોકે ઘરના માલિક બહારગામ હોય ફરિયાદ નોંધાવી ન હતી.

3 વાગ્યે ઘરેથી નીકળ્યા, બે કલાકમાં ચોરી
અમે સામાજિક પ્રસંગ માટે જલગાંવ જવાના હોય સવારે 3 વાગ્યે ઘર બંધ કરી તાળું મારી રેલવે સ્ટેશને પહોંચ્યા અને સવારે પાંચ વાગ્યે અમારા પડોશીએ ફોન કરી જણાવ્યું કે, તમારું ઘર ખુલ્લું છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત છે. તેમણે ફોન કરતા અમે પુન: ટ્રેન મારફતે સવારે નવસારી આવી પોલીસને જાણ કરી હતી. - સંજય પાટીલ, ફરિયાદી

એક જ મોડસ ઓપરેન્ડી મુજબ ચોરી થઈ છે
વિજલપોરની ચોરીની ઘટનામાં એક જ મોડસ ઓપરેન્ડી દ્વારા બારણાનાં નકુચા તોડીને ઘરનું મુખ્ય તાળું તોડીને ચોરીને અંજામ આપવાની ઘટનામાં એક જ ગેંગ સંકળાયેલ હોવાની શક્યતા છે. આ ઘટના થઈ તે ઘરો એકબીજાની નજીક જ આવેલા છે. - એસ.ડી. સાલુંકે, પીએસઆઈ, વિજલપોર

નવસારીમાં બે માસ બાદ તસ્કરોએ દેખા દીધી
નવસારી જિલ્લામાં છેલ્લા બે માસથી ચોરીની કોઇ ઘટના બની ન હતી. શિયાળાની કાતિલ ઠંડીમાં તસ્કરોએ પણ આરામ કરી લીધો હોય તેમ હવે શિયાળાની વિદાય સાથે તસ્કરો સક્રિય થયા છે. બુધવારે રાત્રે નવસારીમાં તસ્કર રાજ છવાયું હોય તેમ તસ્કરો આખી રાત જાગતા રહ્યા હતા અને પોલીસ નિંદ્રાધીન હોય ચોરીની પાંચ પાંચ ઘટનાઓને અંજામ અપાયો હતો. જોકે, છેલ્લા બે માસથી ચોરીનો કોઇ બનાવ ન બન્યો હોવાથી પોલીસ કદાચ સાવચેતી રાખવામાં ચૂક કરી ગઇ હતી.

તસ્કરોએ ઊંઘતી પોલીસની ટાઢ ઉડાડી, એક જ રાતમાં 5 બંધ ઘરમાં ખેપ

Share Your Views In Comments Below