નવસારી જિલ્લાના 13,30,711 જેટલી વસતિને 181 મહિલા હેલ્પ લાઇન સેવા આપવા માટે 24 કલાક તત્પર ઉભી હોય છે. ઓક્ટોબર 2019થી અત્યાર સુધીમાં 11,296 મહિલાઓની ફરિયાદ નોંધી તેમાંથી 2930 ફરિયાદ સ્થળ ઉપર જઈને સમાધાન કરવામાં આવી અને બાકીની 8366 ફરિયાદને ફોન ઉપર જ કાઉન્સેલિંગ દ્વારા ઉકેલવામાં આવી હતી.

સાયબર ક્રાઈમ, બાળ વિવાહ, બળાત્કાર, છેડતી, બાળમજૂરી જેવા કિસ્સાઓમાં પણ 181 મદદરૂપ થઇ છે. જ્યોતિ સમાજ, નારી સંરક્ષણ ગૃહ, નારી અદાલત જેવી સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ 181ને મદદરૂપ થાય છે. 2 કાઉન્સિલર, 3 કોન્સ્ટેબલ, 2 વાહન ચાલક અને એક ગાડીના સ્ટાફ સાથે નવસારી શહેર તેમજ મરીન પોલીસની હદ અને મહારાષ્ટ્રની હદને લાગેલા નવસારી જિલ્લાના અંતરિયાળ ગામોમાં નોંધાયેલા ઘરેલુ હિંસાના બનાવોમાં 181ની કામગીરી કરીને મહિલાઓને રક્ષણ અને માર્ગદર્શન આપ્યું છે.

હેલ્પલાઇન સાથે એપ્લિકેશન પણ મદદરૂપ
મહિલા હેલ્પલાઇન સાથે 181 મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત પણ કરાઇ હતી. 8 માર્ચ 2018 ના દિવસથી અત્યાર સુધી નવસારી જિલ્લાની 300થી વધુ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની શિક્ષિકાઓ, કોલેજની વિદ્યાર્થિનીઓ, આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનોએ આજ સુધીમાં 1738 એપ્લિકેશન ફોનમાં ડાઉનલોડ કરી ચૂકી છે. ગુજરાતભરમાં 52158 મહિલાઓ દ્વારા આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયે માત્ર ફોનને શેક કરીને પોલીસ અને પોતાના 5 સગાસંબંધીઓને તરત જ ફોન લાગી જાય છે અને જલદીથી તેમના સુધી પહોંચી જાય છે.

ઘરેલું હિંસાના સૌથી વધુ કેસ આવે છે
મહિલાઓને લગતી તમામ સમસ્યાઓને લગતા ફોનમાં વધારે પડતા ઘરેલુ હિંસાના કેસો વધારે આવતા હોય છે. સાસરી અને પતિ દ્વારા માનસિક-શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોય છે. અમે સ્થળ ઉપર જઈને બંને પક્ષની વાતોને સાંભળ્યા બાદ પ્રથમ સમાધાન જ કરાવતા હોઈએ છીએ. ઘણીવાર ફરિયાદી મહિલાના પતિ અને સાસરિયાઓ અમારી સાથે ગેરવર્તણૂંક પણ કરે છે, છતાં અમે સમાધાનકારી વલણ જ અપનાવતા હોઈએ છે. - કૃપાલીબેન પટેલ, કાઉન્સિલર

60થી 70 ટકા કેસમાં સમાધાન કરાવ્યા છે
હેલ્પલાઇનની શરૂઆત થતા જ સ્થળ ઉપર જ મદદ મળવી એ હવે સરળ બન્યું છે. મહિલાઓ પોતાની સમસ્યા પોલીસ સામે બોલી નથી શકતી પરંતુ અમારી સાથે ખુલીને ચર્ચા કરે છે. અમે 60થી 70 ટકા કેસમાં સમજાવ્યા બાદ સમાધાન જ થતાં હોય છે. એકવાર વાંસદાના અંતરિયાળ ગામડામાં અમારી ટીમ પર ફરિયાદી મહિલાના પરિવારે હુમલો કર્યો હતો, છતાં અમે અમારી સુરક્ષાની સાથેસાથે પતિ-પત્નીના કેસમાં સમાધાન કરાવ્યું હતું. - ફાલ્ગુનીબેન પટેલ, કાઉન્સિલર

5 માસમાં 11,296 ફરિયાદ, 2930નો સ્થળ પર, 8366નો ફોન પર ઉકેલ

Share Your Views In Comments Below