નવસારી નાં વોર્ડ નબર 11 માં આવેલ દસેરા ટેકરીના રેલ રાહત કોલોનીમાં નવસારી નગર પાલિકા દ્વારા બપોરે 11 થી 12 વાગ્યા નાં સુમારે પીવાનું પાણી વિતરણ થાય છે આજે બપોરે આશરે 12 વાગ્યા નાં સુમારે રેલ્વે રાહત કોલોનીમાં દેવી પૂજક મહોલ્લા ખાતે વિતરણ થયેલ દુર્ગન્ધયુક્ત પાણીમાંથી અળસિયા દેખા દેતા સ્થાનિકો ચોક્યા હતા તુરંત સ્થાનિક સામાજિક કાર્યકર નીલેશ ગુરવને જાણ કરી હતી.

નવસારી નગરપાલિકાની પુનઃ બેદરકારી બહાર આવી હતી જેમાં નવસારી પાલિકા દ્વારા પાણી ફિલ્ટર કરવામાં આવ્યા બાદ જ પાણી નું વિતરણ થતું હોય છે.આ ઘટનામાં નવસારી નગરપાલિકા ની બેદરકારી બહાર આવી હતી જેમાં દશેરા ટેકરીમાં દુર્ગધ યુક્ત પાણીમાં અળસિયા દેખાવાની વાત સમગ્ર શહેરમાં ચર્ચાને સ્થાન મળ્યું હતું.જો કે આ બાબતે નવસારી નગરપાલિકા દ્વારા જે તે પાણીની લાઈન ચેક કરવા માટે સુચના આપી હોવાની માહિતી પણ મળી છે.

નગરપાલિકાની ગંભીર બેદરકારી છે
આજે રેલરહાત કોલોનીમાં નગરપાલિકાનાં પાણી દુર્ગંધ યુક્ત અને એમાંથી અળસિયા પણ નીકળ્યા હતા. નગરપાલિકાની ગંભીર બેદરકારી છે. જે બાબતે યોગ્ય કરવા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવશે.જો એ પાણીને કારણે રોગચાળા ફેલાય તો જવાબદારી કોની ! તે બાબતે નગરપાલિકા તાકીદે તપાસ કરાવે તે જનતાના હિતમાં છે. - નીલેશ ગુરવ, સ્થાનિક

જાણ થતાં સ્થળ તપાસ માટે હુકમ કર્યો છે
મને બપોરે જાણ થઈ અને તુરત જ ચીફ એન્જીનીયર અને વોટર વર્કસનાં અધિકારીને સ્થળ તપાસ માટે જણાવ્યું છે.લોકો પણ સમસ્યા બાબતે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી સમસ્યાનું સમાધાન લાવે તેવી પણ અપીલ છે. - કાલુભાઈ (ત્રિભોવન) ચાવડા, ચેરમેન વોટર વર્કસ નવસારી નગરપાલિકા નવસારી

નવસારી પાલિકાનું પાણી ફિલ્ટર કરીને આપવા સામે પ્રશ્નાર્થ, અળશિયા નિકળ્યાં

Share Your Views In Comments Below