જલાલપોરનાં માધવ માર્કેટ પાસે આજે બપોરનાં સુમારે આખલાઓ જંગે ચડતા ત્યાંથી પસાર થતા એક દિવ્યાંગ ને અડફેટે લેતા તેનો પગ ભાગી નાખ્યો હતો અને બીજાને અડફેટે લે એ પહેલા લોકોએ આખલાને ભગાડી મુક્યા હોવાની ઘટના બહાર આવી છે. નવસારી નગરપાલિકા દ્વારા 6 માસ પહેલા ઢોરને ડબ્બે પુરતા હતા તે કામગીરી પુનઃ કરે તેવી માંગ પણ ઉઠી છે.

જલાલપોરનાં માધવ માર્કેટ પાસે લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ખીમસુરીયા (ઉ. વ. 50, રહે. મહાવીર સોસાયટી, જલાલપોર) પરિવાર સાથે રહે છે. લક્ષ્મણભાઈ પોતે જમણા પગથી દિવ્યાંગ હોય નજીકમાં આવેલા એક હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. શુક્રવારે બપોરના 12.૩૦ વાગ્યાનાં સુમારે તેઓ કારખાનેથી છૂટીને ઘરે જમવા માટે માધવ માર્કેટ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક આખલા લડતા લડતા આવતા લક્ષ્મણભાઈને પાછળથી અડફેટે લેતા તેમનો જમણો પગ ભાગી ગયો હતો.

તેમને સારવાર માટે જલાલપોરનાં સામાજીક કાર્યકર નીતિન માલવિયાએ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી અને તેઓ આવીને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથાનાં ભાગે એક ટાંકો આવ્યો હતો અને જમણા પગે ફ્રેકચર થયું હતું અને શરીરે પણ ઈજા થઈ હતી. નવસારી નગર પાલિકા દ્વારા ઘણા સમયથી રખડતા ઢોર પકડવાની કામગીરી 6 માસ પહેલા બંધ થઈ હોય રખડતા ઢોર નવસારી પાલિકાનાં માથે કાળી ટીલી સમાન છે. તંત્રની નિંદ્રાધીન નીતિના કારણે ઢોરના ત્રાસથી રાહદારીઓ રામભરોસે જેવી સ્થિતિ છે.

પાંજરાપોળમાં જગ્યા ન હોય ઢોર પકડવાનું બંધ
નવસારી પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી 6 માસ પહેલા થતી હતી. જ્યાં ઢોર મુકવામાં આવતા તે ખડસુપા પાંજરાપોળમાં જગ્યા ન હોવાને કારણે પાલિકાએ પકડેલા ઢોર લેવાની ના પાડી હતી, જેને કારણે નવસારી પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી ખોરંભે ચઢી છે. પાલિકા દ્વારા અગાઉ જે ઢોર પકડતા હતા તેને માલિકો છોડાવી જતા હતા ત્યારબાદ દંડનીય કાર્યવાહી પણ કરાઇ હતી.

અગાઉ જીવલેણ ઘટનાથી પાલિકા વિરૂદ્ધ ફરિયાદ
નવસારીમાં દુધિયા તળાવ શાકમાર્કેટ પાસે એક વર્ષ પહેલા કંસારા સમાજની વૃદ્ધ મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે એક એડવોકેટનાં પિતાને રખડતા ઢોરે લાત મારતા તેને ગંભીર ઈજા થતા તેઓ પથારીવશ હતા. તેમણે નવસારી પાલિકા વિરૂદ્ધ ફરિયાદ પણ આપી હતી. જ્યારે જલાલપોર વિસ્તારમાં પણ એક યુવકની રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હોવાનું પણ જાણવા મળે છે.

સવારથી બજારમાં ઢોરના અડીંગા
જલાલપોર માર્કેટમાં અમુક લોકો પોતાના ઢોરને છોડી મુકતા સવારથી જ  ઢોરનો જમાવડો થાય છે. ઘણી વાર માર્કેટમાં આવતા જતા લોકોને અડફેટે લીધા છે. હવે તો હદ થઈ હોય તેમ રેઢિયાળ ઢોર લોકોને અડફેટે લઇ ગંભીર ઈજા કરી રહ્યા છે. જેમાં કોઇનું મૃત્યુ પણ થઈ શકે  છે. પાલિકા કાંઈ કરતી નથી. - ભાણીબેન જાદવ, સ્થાનિક

રખડતા ઢોરે મારો પગ ભાંગી નાખ્યો અને માથામાં પણ ઈજા કરી
હું નજીકમાં આવેલ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરું છું,આજે બપોરે ઘરે જમવા જતો હતો.ત્યારે માધવ માર્કેટ પાસેથી પસાર થતા ત્યારે પાછળથી કોઈએ મને ધક્કો માર્યો હોય તેવું લાગ્યું અને મને કાઈ ભાન ન રહ્યું અને આસપાસનાં લોકો ભેગા થઈને મને હોસ્પિટલમાં પહોચાડ્યો હતો. માથામાં વાગ્યું છે પગ તૂટી ગયો છે અને શરીરે ઈજા થઈ છે.આર્થિક પરિસ્થિતિ મધ્યમ છે ત્યારે કામે ન જવાથી મને આર્થિક તંગી નડશે. - લક્ષ્મણ ખીમસુરીયા, ભોગ બનનાર

નવસારીમાં રખડતા ઢોરે વધુ એકને અડફેટે લીધા

Share Your Views In Comments Below