નવસારી રેલવે પરિસરમાં ધણીધોરી વિનાના વાહન પાર્કિંગમાં બપોરે લાગેલી આગમાં 5 બાઈક બળી ગયા હતા. જ્યારે અન્ય 7 બાઈકને ‘ઝાળ’ લાગતા નુકસાની થઈ હતી.

નવસારી રેલવે પરિસરમાં પૂર્વ બાજુએ રિઝર્વેશન સેન્ટરની પાછળ વિશાળ ખુલ્લી જગ્યા છે. આ જગ્યા કોન્ટ્રાકટ ઉપર રેલવેએ આપી નથી યા રેલવેનું ‘ઓફિશિયલ પાર્કિંગ’ પણ નથી. આમ છતાં આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ રેલવે મુસાફરો યા અન્યો પાર્કિંગ તરીકે કરે છે. આજે શનિવારે પણ અહીં અંદાજે 250 બાઈક અહીં પાર્ક કરેલા હતા. આ દરમિયાન અચાનક જ બપોરે 12.30 વાગ્યાના અરસામાં એક બાઈકમાં આગ ભભૂકી હતી, એક પછી એક 5 બાઈક આગની લપેટમાં આવી ગઈ હતી.

નવસારી ફાયરબ્રિગેડને જાણ થતા ફાયરના જવાનોએ સ્થળ ઉપર આવી આગ બુઝાવવાની જહેમત કરી હતી અને આગ બુઝાવી હતી. જોકે આ દરમિયાન 5 બાઈક બળી ગયા હતા. વધુમાં નજીકના 7 જેટલા બાઈકને પણ આગની ‘ઝાળ’ લાગતા નુકસાની થઈ હતી. જ્યાં આગ લાગી તે ખુલ્લી જગ્યામાં 250 જેટલા બાઈક હતા, સદનસીબે ‘પેટ્રોલ ભરેલા’ અન્ય બાઈકો આગની ચપેટમાં ન આવ્યા અને બચી ગયા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.

નો-પાર્કિંગ ઝોનમાં સળગી ગયેલા 5 બાઈક પૈકી 3ના નંબર મળ્યાં
અપડાઉન કરતા નવસારીનાં લોકો પોતાની બાઈક રેલવેના નો-પાર્કિંગ ઝોનમાં મૂકી જતા હોય છે. આજે બપોરે આકસ્મિક લાગેલી આગમાં 5 વાહનમાં 1 બોકસર, ૩ પેશન, 1 સુઝુકી બાઈક ખાખ થઈ હતી. જે પૈકી ૩ બાઈકનાં (નં. GJ-01-LZ- 7492), (GJ-21-E-9206) અને (GJ-15-Q-2152)નાં નબર મળી આવ્યા હતા.

આ જગ્યા પાર્કિંગની છે જ નહીં
જે જગ્યાએ આગ લાગી એ ડીએફસીસીનું કામ નિર્માણાધીન છે. રેમ્પ વગેરે કામ થશે અને તે રેલવેને સુપરત કરાયું નથી. બીજુ કે ત્યાં લોકો પાર્કિંગ કરે છે તે ગેરકાયદે છે, કોઈ પાર્કિંગ જગ્યા નથી. આ સંદર્ભે કાર્યવાહી કરવા આરપીએફ, જીઆરપીને લેટર આપીશ. - ઉદયસિંગ, રેલવે માસ્તર, નવસારી સ્ટેશન

CCTV કે સિક્યુરીટી નહીં
જે જગ્યાએ આગ લાગી ત્યાં રેલવે પરિસરમાં સીસીટીવી કેમેરાની વોચ ન હતી. બીજુ કે દેખરેખ માટે માણસ પણ ન હતો. જેને લઈને કોની અવરજવર હતી, આગ કોણે લગાવી યા કેવી રીતે લાગી તે જાણકારી મળી ન હતી.

RPFએ આગ બાદ મેમો ફાડ્યાં
નવસારી રેલવે સ્ટેશન પાસે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા 250 જેટલા વાહન ચાલકોને આગની દુર્ઘટના બાદ રેલવે પોલીસ ફોર્સ (RPF)એ શનિવારે મોડી સાંજે વાહન ચાલકનાં નામ-નંબર નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી અને વાહન ચાલકોને મેમો આપવાનું શરૂ કરાયું હતું. પરંતુ આ કામગીરી ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળાં મારવા જેવી હતી.

ગેરકાયદે પાર્કિંગમાં આગ, 250માંથી 5 વાહન સળગી ગયા, 7ને ઝાળ લાગી

Share Your Views In Comments Below