નવસારીમાં ટ્રાફિકનો ભંગ કરનારા રીક્ષાચાલકને ટ્રાફિક બ્રિગેડનાં જવાને ઠપકો આપતા રીક્ષા ચાલક અને તેની પત્ની એ ટ્રાફિક બ્રિગેડનાં જવાનને ગાળો આપીને ઢીક્કામુક્કીનો માર મારતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ કરતા પોલીસે આ રીક્ષાચાલકની અટક કરી હતી, આ ઘટના નવસારી પથકમાં વાયરલ થઈ હતી.

નવસારી શહેરમાં ટ્રાફિકનાં સુચારુ સંચાલન માટે સમગ્ર શહેરમાં ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ફરજ બજાવતા હોય છે આજે પણ નવસારી નાં સેન્ટ્રલ બેંક થી ટાવર સુધીના રોડ ઉપર વિકાસ રામધની ગુપ્તા (રહે.સુર્યનગર વિજલપોર )ફરજ બજાવતો હતો ત્યારે 11-૩૦ વાગ્યા નાં સુમારે એક રીક્ષા ચાલક GJ21 X1319 નો ચાલક ઈલેશ હરી પટેલ (રહે .નિશાળ ફળિયા મોગાર તાજી નવસારી) સેન્ટ્રલ બેક પાસે આવ્યો હતો ત્યારે ટ્રાફિક વધુ હોય કોઈ બાબતે ટ્રાફિક બ્રિગેડ દ્વારા સુચના આપી હતી જેને લઈ ને આ ચાલકે ટ્રાફિક બ્રિગેડ ના જવાનને ગાળો આપી હતી અને ત્યાંથી ગયો હતો.

ત્યાર બાદ પુનઃ રિક્ષાચાલક ઈલેશ પટેલ અને તેની પત્ની એ આવીને ટ્રાફિક નાં જવાન વિકાસ ગુપ્તાને આવીને ગમે તેમ ગાળો બોલવા લાગતા જેને લઈને ટ્રાફિક જવાને ટ્રાફિકનાં ભગ બદલ કાર્યવાહી કરવાનું જણાવતા આ રીક્ષા ચાલકે ટ્રાફિક જવાન ઉપર હુમલો કર્યો હતો અને મોઢાના ભાગે ધીક્કા મુક્કી કરી હતીઓ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેને લઈને ટ્રાફિક બ્રિગેડનાં જવાને રીક્ષાચાલક ઈલેશ પટેલ વિરુધ ફરિયાદ આપતા ચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જેનો કોઈએ વીડિયો બનાવી દેતા સમગ્ર શહેરમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનન પર હુમલોની ઘટના ફરતી થઈ હતી.

ટ્રાફિક વિભાગના કર્મચારી પર બીજો હુમલો
નવસારી ગ્રામ્ય પોલીસ નાં રોહિત નામના પોલીસકર્મી ને સિસોદ્રા ખાતે ફર્સ્ટ લેન ઉપર ચલાવતા વહન ને રોકવા જતા તેના ઉપર વાહન ચાલકે ગાડી ચડાવી દીધી હતી જો કે સમયસર તે સાઈડ પર ખસી ગયો પણ શરીરે ઈજા થઈ હતી અને હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.આજે આજે પણ નવસારી ટ્રાફિક વિભાગના જવાન વિકાસ ગુપ્તા ઉપર હુમલો થતા ટ્રાફિક બ્રિગેડની સુરક્ષાનાં પ્રશ્નો પણ ઉઠ્યા છે.

રીક્ષાચાલકને અટકાવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાન પર હુમલો

Share Your Views In Comments Below