નારી શક્તિની સરાહના કરવાના ઉદેશ્યથી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નવસારીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલાઓના સન્માન અને તેમની કામગીરીને બિરદાવવા માટેના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓના કાર્યોને કોઈ સન્માન કે એવોર્ડની આમ તો જરૂર હોતી જ નથી, કેમકે એક દીકરી,પત્ની, માં હોવા છતાં એ બીજા કેટલાય મહત્ત્વના રોલ ભજવતી હોય છે ત્યારે એમના ત્યાગને બિરદાવવું પણ જરૂરી છે.

અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ અને પોતાની જાતમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાના ઉદ્દેશથી દેશભરમાં તેરાપંથ સમાજ દ્વારા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા મહિલા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નવસારીમાં પણ “વુમન ઓન વ્હિલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શીતલ સોનીએ કરાવ્યું હતું.

કાર્યક્રમમાં અડારીયા સાંજનાન સમાજના અધ્યક્ષ અંકુર પટેલ, કબીલપોર ગ્રામ પંચાયતના સરપંચ છનાભાઈ જોગી, સંદીપ દેસાઈ, સ્વેતા દેસાઈ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. રેલી અહિંસા દ્વારથી કાલીયાવાડી તેરાપંથ ભવન સુધી પહોંચી હતી. જેમાં કુલ 170 જેટલી મહિલાએ ભાગ લીધો હતો. હેલમેટ અને લાયસન્સ સાથે મહિલાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.

પ્રેરણા ગૃપે કેક કાપી 50 મહિલાનું કર્યું બહુમાન

નવસારીના પ્રેરણા ગ્રુપના અનિતા છાજેડ છેલ્લા ઘણા વર્ષોથી મહિલા દિવસે એવી મહિલાઓનું સન્માન કરે છે જે મહિલાઓને સમાજે વિસરાવી દીધી છે. ડોક્ટર, એન્જિનિયર, ડ્રાઈવર, નેતા, અભિનેત્રી હોય કે પછી રક્ષા ક્ષેત્રમાં પણ મહિલાઓએ પોતાની હક અને ધાક જમાવી છે ત્યારે આપણા ઘરે રોજ સવારથી સાંજ સુધી આપણા ઘરના કામો કરવા માટે જે બહેનો વર્ષોથી આવે છે, જેમના વગર આપણો દિવસ ઉગતો નથી એવી કામવાળી બહેનોનું સન્માન કર્યું હતું. 50થી વધુ બહેનને અનિતા છાજેડે પોતાના ઘરે કેક કાપીને તેમને સન્માનિત કરી હતી. પ્રેરણા ગ્રુપ દ્વારા મહિલાઓ માટે તેમજ સામાજિક કાર્યો કરવામાં આવે છે.

સિનિયર સિટીઝન કલબે 7 મહિલાને બિરદાવી

સિનિયર સિટીઝન કલબ દ્વારા મહિલા દિવસ નિમિત્તે સમાજ માટે જેમણે પાયામાં કામગીરી કરી છે, જેમણે બાળકોના વિકાસ અને ઘડતર માટે લાંબા સમયથી કાર્યો કર્યા છે એવી 7 મહિલાનું સન્માન કરાયું હતું. ડો. જૈમિની પટેલ, સમાજ સેવિકા શારદા કોસંબીયા, 125 વર્ષ જૂની સરકારી શાળાનું પુનરૂત્થાન કરનારી આચાર્યા પીનલ પટેલ, 20 વર્ષથી નવસારી પાલિકા સફાઈ કર્મચારી કાંતાબેન પુનાતર, પાલિકા સફાઈ કર્મચારી ચંદાબેન રાઠોડ, 20 વર્ષથી શ્રેષ્ઠ આચાર્ય અને બેસ્ટ શાળાનો એવોર્ડ જીતનારા પ્રજ્ઞા કેવટ તેમજ 32 વર્ષથી કૌટુંબિક ત્યાગ કરીને પોતાના પૌત્ર માટે ખેતી કરીને જાતે ટ્રેકટર ચલાવનારા સુમિત્રાબેનને સન્માનિત કરાયા હતા.

લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન માટે 170 મહિલાની બાઈક રેલી

Share Your Views In Comments Below