નવસારીના જમાલપોર ખાતે રહેતા અને હાઈસ્કુલમાં પ્રવીણસિંહ ઠાકોર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોધાવી કે તેમના ફોન ઉપર તા.15 નવેમ્બર નાં રોજ બજાજ ફાયનાન્સમાંથી આર કે મિતલનો ફોન આવ્યો હતો અને સિક્યુરીટી લોન અંગે મીઠી મીઠી વાતો કરી હતી અને જણાવ્યું કે રૂ.10 લાખ ની લોન મેળવવા માટે અમુક પ્રોસેસ કરવી પડશે.

તેમ જણાવીને પોતાનાં દસ્તાવેજો વોટ્સઅપ મારફતે મોકલ્યા હતા અને બીજા દિવસે ફોન આવ્યો.અને રૂ.5 લાખ ની લોન માટે સંમતી આપતા 50 હજાર ભરવા અંગે જણાવ્યું હતું. જે તેમણે મોબાઈલ બેન્કિંગથી 50 હજાર ભર્યા હતા ત્યાર બાદ અન્ય બેક માં ખાતું ખોલવા જણાવ્યું હતુંઅને વિશ્વાસમાં લઇ ને ટુકડે ટુકડે લોન અંગેનાં પ્રોસેસ અંગે ચલન ભરાવીને ઓટીપી નબર મેળવીને બે વાર કુલ્લે 4.09 લાખ ઉપાડી લીધા હતા.

ત્યાર બાદ છેતરાઈ ગયા હોવાની લાગણી થતા બે માસ બાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખા આપનાર બજાજ ફાયનાન્સ કમ્પની નાં આર કે. મિતલ (પુના ) જીતેન્દ્ર સેલ્સ મેનેજર બજાજા ફાયનાન્સ પુના અને કિશન કાન્ત સાધવાની – એનપીસી આઈ હેદ્રાબાદનાં સીનીયર ફંડ મેનેજર વિરુધ સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ આપી હતી.

નવસારીમાં અગાઉ પણ ફોન ઉપર વિશ્વાસ માં લઈને લાલચ આપીને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી હતી. જેનો ભોગ બનનાર શિક્ષિતો જ હતા.

નવસારી પોલીસમાં સાયબર ક્રાઈમ વિભાગ જ નથી
નવસારી જીલ્લામાં સાયબર ક્રાઈમનાં ગુના વધ્યા છે ત્યારે નવસારી પોલીસ પાસે સાયબર ક્રાઈમ નિવારણ માટે કોઈ અલગ વિભાગ નથી માત્ર અમુક પોલીસોને તાલીમ આપીને ગુનો નિવારણ માટે તપાસ સોપવામાં આવે છે.

10 લાખની લોનની લાલચ આપી શિક્ષક સાથે ઓનલાઈન છેતરપીંડી

Share Your Views In Comments Below