નવસારીના શાંતાદેવી રોડ ખાતે રહેતા વૃદ્ધ સ્ટેટ બેંકમાં નાણા ઉપાડી ને ઘરે જતા હતા ત્યારે બેકનાં દરવાજા પાસે ત્રણ મહિલા એ વૃદ્ધ ને રોકી રાખી પ્રયુક્તિ અજમાવી ને રોકડા રૂ 49 હજાર સેરવી લેતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલ વાલ્મીકી એપાર્ટમેન્ટમાં રહેતા શાંતીલાલ ભાવસાર (ઉવ 79) હાલ નિવૃત હોય અને તેના પુત્ર સાથે રહે છે.તા 5-૩-2020નાં રોજ તેઓ તેમની પોત્રી સાથે નવસારી નાં ફુવારા પાસે આવેલ સ્ટેટ બેંકમાં નાણા ઉપડ્યા હતા. અને તેઓ નાણા કાપડની થેલી લઈ ને બેક ની બહાર જતા હતા.ત્યારે તેઓ બેક ની બહાર ગયા ત્યારે તેમની થેલી નું વજન ઓછુ લાગ્યું હતું અને થેલીમાં જોયું તો નાણા ન હતા જેથી તેણે શોધખોળ કરી હતી.

પણ નાણા મળી ન આવતા અંતે બેક માં જઈ ને તપાસ કરતા સીસીટીવી માં જોતા ત્રણ મહિલાઓં વૃદ્ધ ને બેકનાં દરવાજા પાસે ઉભા હતા ત્યારે તેમની થેલી માંથી રોકડા નાણા સેરવી લીધા હતા જે બાબતે ટાઉન પોલીસ મથકે છેતરપીંડી કરી રહેલ ત્રણ અજાણી મહિલા ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.

3 મહિલાએ દરવાજે વૃદ્ધને વચ્ચે લઇ કસબ અજમાવ્યો
વૃદ્ધ જયારે નાણા લઈને બેન્કની બહાર જતા હતા ત્યારે તેમની પાછળ નજર રાખી રહેલી ત્રણ મહિલા ઉભી થઇ જેમાં એક દરવાજાની બહાર ઉભી રહી જેને લઈને વૃદ્ધ ત્યાં રોકાયા હતા અને પાછળથી બે મહિલાઓ આવીને વૃદ્ધનાં થેલાને કોઈ વસ્તુ વડે કાપી તેમાંથી નાણા કાઢી લીધા હતા.જેની જાણ સીસીટીવી જોતા થઈ હતી.

અગાઉ આવી ગેંગ કરતબ અજમાવી ચૂકી છે
નવસારીમાં તમારી કાર પાસે ઓઈલ પડ્યું છે ! તમારા પૈસા પડી ગયા છે! અને નકલી પોલીસ બની ને આગળ ખૂન થયું છે તેમ કહીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવતી ગેંગ અગાઉ કરતબ અજમાવી ચૂકી છે અને પોલીસે તેમની અટક પણ કરી હતી. જો કે અગાઉની ઘટનાઓમાં કોઇ મહિલાએ કસબ અજમાવ્યો ન હતો પરંતુ હોળીની દિવસે બનેલી ઘટનામાં ત્રણ મહિલા સામેલ છે. ઘણા મહિના બાદ ઠગાઇની ઘટના નોંધતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બેન્કમાં સિક્યુરિટીની હાજરીમાં ત્રણ મહિલા વૃદ્ધને ઘેરી થેલી કાપી અડધો લાખ સેરવી ગઈ

Share Your Views In Comments Below