નવસારીના લુન્સીકૂઈના ખાણીપીણી વિસ્તારમાં એક તરફ પાલિકા ઢગલા બંધ લારીઓ મુકવા દે છે તો સામે બીજું સરકારી તંત્ર પોલીસ ત્યાં વાહનો ન મુકવા નો-પાર્કિંગના બોર્ડ લગાવે છે અને પાર્ક કરેલા વાહન માલીકોને દંડાવું પડે છે.

ટ્રાફિક પોલીસે હાલ શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે ઠેર ઠેર બોર્ડ લગાવ્યા છે. ખાસ કરીને વાહનચાલકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે રોડ ઉપર યા રોડને લાગુ ‘નો-પાર્કિંગ’ના અનેક જગ્યાએ બોર્ડ લગાવ્યા છે. આ બાબત સારી પણ છે. જોકે પાલિકાની નીતિ તથા પોલીસની નીતિ વચ્ચે વિસંગતતા પણ પેદા થઈ રહી છે. આવું શહેરના મુખ્ય ખાણીપીણી બજાર ગણાતા લુન્સીકૂઈ વિસ્તારમાં બન્યું છે.

લુન્સીકૂઈ વિસ્તારમાં પાલિકાએ સરબતિયા તળાવને લાગુ ઢગલાબંધ ખાણીપીણીની લારીઓ મુકવા દીધી છે. અહીં સાંજે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈ ખાવા આવે છે. ખાવા આવનારાના વાહનો માટે કોઈ પાર્કિંગની જગ્યા નજીક ન હોઈ લારીઓ પાસે યા રોડની સામે જ પાર્કિંગ કરવું પડે છે. બીજી તરફ જ્યાં વાહન પાર્ક થાય ત્યાં ‘નો-પાર્કિંગ’નું બોર્ડ લગાવી દીધું છે. હવે પ્રશ્ન એ છે અહીં ખાણીપીણી કરવા આવનારાઓએ વાહનો પાર્ક ક્યાં કરવા? લોકો માટે અવઢવ છે.

ખાણી-પીણીની બજાર પાસે વાહન પાર્કિંગનો વિકલ્પ નથી
ખાણી-પીણીની બજાર સામે પોલીસે નો-પાર્કિંગનું બોર્ડ મૂક્યું છે પણ તેનું પાલન પાર્કિંગનો વિકલ્પ ન હોવાના કારણે થતું નથી. લોકો પાસે પાર્કિંગનો નજીક વિકલ્પ ન હોવાથી ત્યાં જ વાહનો પાર્ક કરે છે. જેના કારણે સમયાંતરે વાહન ચાલકોને દંડ ભરવો પડે છે.

નગરપાલિકા લારીઓ મુકવા દે અને ત્યાં પોલીસ નો-પાર્કિંગનો દંડ વસૂલે

Share Your Views In Comments Below