વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલા બ્રહ્મદેવ મંદિરે સોમવારે બપોરે નવસારીમાં ધો.10માં અભ્યાસ કરતો અને અન્ય એક તરૂણ બાળકોને મંદિરની દાનપેટીમાંથી રૂપિયા ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી પાડ્યા હતા. તો બંનેને દમણ ફરવા લઇ જવાના બહાને ચોરી માટે ધકેલનાર રિક્ષાચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલું બ્રહ્મદેવ બાપાના મંદિરે સોમવારે બપોરે નજીકમાં રહેતા રમેશભાઈ પટેલ દર્શન કરવા આવ્યા હતા. મંદિરની દાન પેટી પાસે 2 તરૂણની શંકાસ્પદ ગતિ વિધિ જણાતા મંદિરની બહાર જઈને વોચ ગોઠવી બંને તરૂણને ચોરી કરતા સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલો એક તરૂણ SSC બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે સાથે નાવસારીના એક વિસ્તારમાં મોચી કામ પણ કરતો હતો. અન્ય એક તરૂણ છૂટક મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

નવસારીથી ઓળખીતા રીક્ષાવાળો રાહુલ મોતીલાલ પ્રજાપતિ ઉ.વ.21, દમણ ફરવાનું જવાનું જણાવી વલસાડના બ્રહ્મદેવ મંદિર પાસે લઇ આવ્યો હતો. મંદિરમાંથી રૂપિયા ચોરી કરી લાવવા જણાવ્યું હોવાનું 2 તરૂણોએ સ્થાનિક લોકોને જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ રિક્ષા ચાલક શોધખોળ કરતા તેને શેઠિયા નગર પાસેથી ઝડપી પાડ્યો હતો.ને રિક્ષા ચાલક અને બંને તરૂણને પોલીસના હવાલે કર્યા હતા. તરૂણે જણાવ્યું હતું કે, નવસારીમાં રિક્ષા ચાલક રાહુલ કાકાએ અમને દમણ ફરવા લઇ આવ્યા હતા. વલસાડમાં મંદિર બતાવી મંદિરની દાન પેટીમાંથી રૂપિયા ચોરી કરી લાવવા જણાવ્યું હતું.

સમયસૂચકતાથી આરોપી ઝડપાયા
વલસાડના કૈલાશ રોડ પર ચોરી કરવા આવેલા 2 સગીર સહિત એક વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યાં હતાં. નવસારીથી ઓટો રીક્ષા લઈને વલસાડ ચોરી કરવા આવ્યાં હતાં. સ્થાનિકોની સમયસૂચકતાને આધારે 2 સગીર અને અન્ય એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટના જાણ વલસાડ પોલીસને કરાંતા પોલીસે તમામને કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીથી ઓટો રિક્ષા લઈને વલસાડ મંદિરમાં ચોરી કરવા આવેલા 2 સગીર સહિત ત્રણ ઝડપાયા

Share Your Views In Comments Below