નવસારીના રહેવાસી મનોજસિંહ હરિસિંહ પરમાર અને પત્ની કલાવતીબહેન બારડોલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના દીકરા રોમિતસિંહે 2019 માં નવસારીની એ.બી.સ્કૂલમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપી હતી, જ્યારે જુલાઈ 2019થી રોમિતસિંહ નીટની પરીક્ષાની તૈયારી કરવા અમદાવાદ આવ્યો હતો.

રોમિતસિંહ થલતેજ બારોટવાસમાં આવેલા સ્કોલર્સ હોમ નામની પીજી હોસ્ટેલમાં રહેતો હતો અને ખાનગી ક્લાસિસમાં કોચિંગ માટે જતો હતો. રોમિતસિંહના માતા-પિતા અવારનવાર તેને મળવા અમદાવાદ આવતા હતા. જ્યારે રોમિતસિંહ છેલ્લે 2019 ની દિવાળીમાં નવસારી ગયો હતો.

9મી માર્ચ સોમવારે હોળીનો તહેવાર હોવા છતાં રોમિતસિંહે માતા-પિતા કે દાદા હરિસિંહ સાથે વાત કરી ન હતી. આથી તેમણે રોમિતસિંહને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સાંજ સુધી રોમિતસિંહનો ફોન બંધ આવતો હોવાથી તેના માતા-પિતા અને દાદાએ હોસ્ટેલમાં ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘રોમિતસિંહ તો સવારે જ એન્ટ્રી કરીને ગયો હતો. જ્યારે તેમણે ક્લાસિસ પર તપાસ કરતા રોમિતસિંહ તે દિવસે ક્લાસિસમાં પણ ગયો ન હતો.

જેથી તેના માતા-પિતા તેમજ દાદા અમદાવાદ આવ્યા હતા અને આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હોળીના દિવસે રોમિત ક્લાસિસમાં કોચિ્ગ માટે ગયો ન હતો તેમજ બપોરે ક્લાસિસમાં પરીક્ષા હતી તે પણ આપી ન હતી. રોમિતસિંહ સાથે અભ્યાસ કરતા મિત્રો તેમજ ક્લાસિસના સંચાલકોની પૂછપરછમાં પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું.

રોજ સવારે દાદા સાથે ફોન ઉપર વાત કરતો હતો
રોમિતસિંહ રોજ સવારે 8 થી 8.30 વાગ્યામાં દાદા હરિસિંહ સાથે ફોન ઉપર વાત કરતો હતો. પરંતુ હોળીના દિવસે સવારે રોમિતસિંહે દાદાને ફોન કર્યો ન હતો અને આખો દિવસ તેનો ફોન પણ બંધ આવ્યો હતો.

1 વર્ષ પૂર્વે ખેંચ આવતા નીટની પરીક્ષા આપી શક્યો ન હતો
રોમિતસિંહે 2019 માં ધોરણ -12 ની પરીક્ષા આપ્યા બાદ નીટની પરીક્ષાની તૈયારી કરી હતી. પરંતુ પરીક્ષા સમયે તેને ખેંચ આવી હતી. જોકે લાંબા સમય સુધી તેની તબિયત સારી થઇ ન હોવાથી ત્યારે રોમિત નીટની પરીક્ષા આપી ન હતી.

નીટની તૈયારી કરવા અમદાવાદ ગયેલો નવસારીના શિક્ષક દંપતીનો પુત્ર ગુમ

Share Your Views In Comments Below