કબીલપોર ખાતે ગુરુવારે ગામનાં વિકાસને લઈને ગ્રામસભાનું આયોજન કરાયું હતું જેમાં સરપંચ છનાભાઈ જોગી, ઉપસરપંચ મુકેશ અગ્રવાલ, તલાટી કંમ મંત્રી અને ગ્રામ પંચાયત નાં 4 જેટલા સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામસભ મળી હતી. જેમાં ગ્રામનાં વિકાસનાં પ્રશ્નોની લોકો એ રજૂઆત કરી હતી. જેમાં દરેક સોસાયટીમાં કચરા ઉઘરાવવા બાબતે ગ્રામજનોએ પંચાયતની કામગીરી ઉપર પસ્તાળ પાડી હતી.

છેલ્લા ત્રણ ગામ સભામાં રજૂઆત છતાં પણ પંચાયત દ્વારા કચરા ઉઘરાવવા માટે ની કામગીરી સમયસર ન થતા હો હા થઈ હતી. ત્યાર બાદ કબીલપોર ગામની આકારણી રીન્યુ માટે ની કામગીરી કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ દબાણ હટાવવા માટેની કામગીરી બાબતે સરપંચ અને ઉપ સરપંચ વચ્ચે તૂંતૂં..મેંમેં.. થઈ હતી.

જેમાં કબીલપોર બજાર ખાતે કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ થતું અટકાવવા માટે ની કામગીરી બાબતે ઉપ સરપંચે બળાપો ઠાલવતા સરપંચે જણાવ્યું હતું કે બધા સાથે મળીને આ દબાણ દુર કરાવીએ માત્ર એક વ્યક્તિનું કામ નથી.

દબાણ હટાવવાની જવાબદારી બધાની
રહેણાંક વિસ્તારમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું.પણ કબીલપોર બજાર ખાતે દબાણ દુર કરવા માટે માત્ર સરપંચ જવાબદાર નહિ જેને માટે ગામ પંચાયતનાં દરેક સભ્યોએ સાથે આવી આવા દબાણ દુર કરવા જવું.હું પણ સાથે આવું ગામ નાં વિકાસ માટે સહયોગ આપીશ.પણ ખોટું ન ચલાવી લઉં ૩૦ વર્ષ ની સરપંચ તરીકેની કામગીરી માં બહુ જોયું છે મારા ખભાનો ઉપયોગ લોકોને ન કરવા દઉં. - છનાભાઈ જોગી, સરપંચ

કબીલપોર બજારનાં દબાણો મામલે સરપંચ-ઉપસરપંચ વચ્ચે તૂંતૂં ..મેંમેં..

Share Your Views In Comments Below