નવસારી પાલિકાના શુક્રવારે રજૂ કરેલ બજેટમાં શાસકોએ આગામી વર્ષમાં 342 કરોડનો ખર્ચ વિવિધ કામો પાછળ કરાશે એમ જણાવ્યું છે. જોકે વર્તમાન વર્ષમાં 252 કરોડના ખર્ચના અંદાજ સામે માંડ 44 કરોડ જ કરી શક્યા છે. નવસારી પાલિકાની શુક્રવારે મળેલ ખાસ સામાન્ય સભામાં એક્ઝિક્યુટીવ કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવાનીએ બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટ 343 કરોડના કદનું છે, જેમાં વર્ષ દરમિયાન વિકાસના કામો પાછળ 342 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એમ જણાયું છે. આ બજેટને જ્યાં શાસક પક્ષના નેતા છાયા દેસાઈ, મીનલ દેસાઈ, કાળુભાઇ ચાવડા વગેરેએ સભામાં વખાણ્યું હતું ત્યાં બીજી તરફ વિપક્ષી નેતા અંજુમ શેખ, પિયુષ ઢીમમર, મેહુલ ટેલર વગેરેએ અવાસ્તવિક અને હવા ભરેલ ફુગ્ગો ગણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્ષમાં પાલિકાએ ગત બજેટમાં 252 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ બાંધ્યો હતો, તેની સામે માત્ર 44 કરોડ જ ખર્ચ (સંભવિત ખર્ચ સાથે) થઈ શક્યો છે. આમ છતાં આગામી બજેટમાં વધુ ખર્ચ કરવાનો અંદાજ કરાયો છે. આ સભામાં બજેટ વધુ મતોથી મંજુર કરાયું હતું. સભામાં અન્ય કામો પણ મંજુર કરાયા હતા.

વિપક્ષ શું કહે છે
બજેટ અવાસ્તવિક છે.ખાસ કરીને વસતિ, મિલકત વધવા છતાં વેરાની આવક ઘટી રહી છે તે ચિંતાજનક છે. - અંજુમ શેખ, વિપક્ષી નેતા, પાલિકા

શાસક શું કહે છે
બજેટ ગ્રાંટ આધારિત હોય છે,આ બજેટમાં ખાસ કરીને શિક્ષણ પાછળ વધુ ખર્ચ દર્શાવ્યું છે. - પ્રેમચંદ લાલવાણી, એક્ઝિ. ચેરમેન,પાલિકા

83 કામો ચર્ચા વિના જ મંજુર કરાયા
પાલિકાની આ ખાસ સભામાં છેલ્લી ઘડીએ 83 કામો વધારાનો કામો તરીકે ઉપસ્થિત કરાયા હતાં. જેમાં મોટે ભાગના કામો રસ્તા રીકારપેટ, બ્લોક પેવિંગના હતા. આ કામો ચર્ચા વિના જ સર્વાનુંમતે મંજુર કરી દેવાયા હતા. સામન્યતા વિપક્ષ વધારાના કામો અંગે વિરોધ કરતો આવ્યો છે. આ સભામાં કોઇ વિવાદ થયો ન હતો.

રૂપિયો ક્યાંથી આવશે
 • 7 પૈસા ઉઘડતી સિલક (સ્વભંડોળ)
 • 25 પૈસા મહેસૂલી ગ્રાંટ
 • 23 પૈસા યોજનાકીય ગ્રાંટ
 • 45 પૈસા સરકારી ગ્રાંટ

રૂપિયો ક્યાં ખર્ચાશે
 • 69.78 પૈસા યોજનાકીય ગ્રાંટ ખર્ચ
 • 1.50 પૈસા સામાન્ય વહીવટ
 • 6.72 પૈસા વોટરવર્કસ
 • 8.00 પૈસા પબ્લિક વર્કસ
 • 15.00 પૈસા અન્ય મહેસૂલ ખર્ચ

નવી ઘડીનો નવો દાવ, નવા વર્ષના નવા વાયદા

અધૂરાં સમણાં પૂરાં કરવા નવસારી પાલિકાનું વર્ષ 2020-2021નું 342 કરોડનું બજેટ મંજૂર

નવી ઘડીનો નવો દાવ, નવા વર્ષના નવા વાયદાShare Your Views In Comments Below