નવસારીમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે, ત્યારે નવસારીના ઇતિહાસમાં એક સાથે 20 સ્થળે તસ્કરો ત્રાટક્યાનો પ્રથમ બનાવ બન્યો છે. જેમાં પોલીસ ઉંઘતી રહી અને તસ્કરોએ જાગી પાંચ કિમી ત્રિજ્યામાં ચાર વિસ્તારો ધમરોળ્યા હતા. 12 મી માર્ચની એક જ રાત્રે 1.42 થી 4.42 માત્ર ૩ કલાકમાં એક પછી એક 20 જગ્યાએ તાળા તોડયા બાદ ચાર જગ્યા એ અંદાજીત રૂ.64 હજારની મતાની ચોરીને અંજામ આપી તસ્કરો બિન્દાસ્ત ફરાર થઈ ગયા હતા.

13મીની સવારે ઘટનાની જાણ થતા જ નવસારી એલસીબી તેમજ ટાઉન પોલીસ દોડતી થઈ હતી અને તસ્કરોને ઝડપી પાડવા પ્રયાસ શરુ કર્યા હતા. પોલીસે ઘટનાનું પગેરું મેળવવા સીસીટીવી ફૂટેજનો આશરો લીધો હતો શહેરનાં લુન્સીકુઈ અને છાપરા રોડ ખાતે લગાવાયેલ સીસીટીવીમાં ચોરીને અંજામ આપતા નજરે પડ્યા હતા. જયારે કેટલાક સ્થળોએ ફૂટેજને આધારે આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

માત્ર ત્રણ કલાકમાં આ તસ્કર ટોળકી શહેરનાં લુન્સીકુઈ વિસ્તારમાં પ્રવેશી હતી અને ત્યાર બાદ છાપરા રોડ, નવસારી નગર પાલિકા વિસ્તારએ પછી ફુવારા બાદ માણેકલાલ વિસ્તારમાં ફરીને પલાયન થઈ હતી છતાં શહેરનાં મહત્વના બાર જેટલા પોઈન્ટ ઉપર 50થી વધુ પોલીસ અને હોમ ગાર્ડ જવાન રાત્રે ફરજ બજાવતા હોવા છતાં આ ઘટનાની તેમને ભનક સુધ્ધા આવી ન હતી. જેને લઈ રાત્રિ પેટ્રોલિંગનાં લીરે લીરા ઉડ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનામાં બે અલગ અલગ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા દોઢેક માસથી બેફામ બનેલા તસ્કરો સામે માત્ર પોલીસ ફરિયાદ નોંધવા સિવાય પોલીસ કશું ઉકાળી શકી નથી.

લુન્સીકુઈના સૃષ્ટિ એપા.માં 8 દુકાન અને સામેની રાજ બેકરીમાં ખાતર પાડ્યું

સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં આવેલ ફૂડ પોલીટીક્સની દુકાનમાં એક મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂ.6000, એ પછી ફાલ્કન ગેસ એજન્સીની દુકાનમાંથી રોકડા રૂ.10 હજાર બાદ રાજ બેકર્સમાં 8 હજાર રોકડાની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ થતા જ માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં આ ઘટના અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં રાજ બેકર્સના માલિક કરણ પમનાની (રહે સિંધી કેમ્પ નવસારી ) એ ફરિયાદ આપી હતી જયારે તોસિલ મેડીકલ, પૂર્વીબેન ટેલર દુકાન અને ગોડાઉન, જવેરી શેરબજારની દુકાનનું તાળું તોડી નાખ્યું હતું અને બાજુમાં આવેલ હાર્દિક મેવાડાની ડેટા એન્ટ્રીની શોપમાં જેમાં તાળું ન તૂટતા કાચ તોડી નાખ્યો જેમાં કોઇપણ રકમ મળી ન હતી. અહીં સફળતા નહીં મળતા તસ્કરો 2.41 વાગ્યે રવાના થઇ ગયા હતા.

સ્પોર્ટસના સાધનોની દુકાનમાં તસ્કરોને દાગીના હાથ લાગ્યા, બીજી 6માં ફોગટ ફેરો

છાપરા રોડ ખાતે આવેલ દેવ કોમ્પ્લેક્ષની દુકાન નંબર-૩માં આવેલ કૃતાર્થ કલેક્શન નામની સ્પોર્ટ્સના સાધનો વેચતી દુકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. વચ્ચેથી શટર ઉંચકીને દુકાનમાં પ્રવેશ કરી સોનાનું લુઝ 1 કિંમત રૂ.40 હજાર અને ચાંદીનો સિક્કો 1 રૂ.500 મળી રૂ.40500 ની ચોરી કરી હોવાની ફરિયાદ રવિ દલપત મિસ્ત્રી(રહે.કરણ એપાર્ટ.,પટેલ સોસાયટી સામે છાપરારોડ,નવસારી )એ નોંધાવી હતી.ત્યારબાદ ચાંદની ટેલર,રાજહંસ હોલીડે, મહાલક્ષ્મી લેડીઝ વેરની દુકાન,રાકેશ નાયકની બંધ દુકાન,નરેશ નાયકની ઈલેક્ટ્રોનિક રીપેરીંગની દુકાન અને મુકેશભાઈની કાર લે-વેચની ઓફીસમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. પણ કોઈ રકમ મળી ન હતી તેમનો ફેરો ફોગટ ગયો હતો.

નગરપાલિકા સામે કાચવાલા, કેક શોપ અને કપડાંની દુકાનમાં હાથ ફેરો કર્યો

નવસારી નગરપાલિકા સામે આવેલા બ્રાહ્મણ પંચવાડી શોપિંગ સેન્ટરમાં ત્રાટકેલા તસ્કરોએ કોઇ દુકાનને બાકી ન રાખવાની હોય તેમ પ્રથમ કે.એમ કાચવાલાની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યાંથી જઈ ફુવારા પાસે ગાર્ડા કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલ મોન્જીનીસ કેક શોપની દુકાનમાં અને તેની સામે આવેલ પ્લાનેટ ફેશન કપડાની દુકાનમાં ગયા હતા, પણ તેમનો ફેરો ફોગટ ગયો હતો. રાત્રે 3.45થી 4.10 સુધી તસ્કરોએ નગરપાલિકા સામે અને ગાર્ડા કોલેજ નજીક પોલીસની લેશ માત્ર ફડક ન હોય તેમ શટરો ઉંચા કરી તસ્કરીનો પરવાનો હોય તેમ દુકાનોમાં હાથ ફેરા કર્યા હતા. જોકે, વેપારીઓના સદભાગ્યે અહીં તસ્કરોને વિશેષ કાંઇ હાથ લાગ્યું ન હતું. તસ્કરો અહીં ઓપરેશન પાર પાડી માણેકલાલ રોડ તરફ રવાના થયા હતા.

માણેકલાલ રોડે વૃદ્ધના ઘરમાં ખાખાખોળા સાથે તસ્કરોએ નાઇટ ડ્યૂટી પૂરી કરી

નવસારીમાં ગતરાતે 19-19 જગ્યાએ ખેપ કર્યા બાદ પણ તસ્કરો થાક્યા ન હતા અને માણેકલાલ રોડ પર નવું મિશન પાર પાડવા પહોંચ્યા હતા. જ્યાં દુકાનોના બદલે ઘરમાં હાથ ફેરો કરવાનું વિચારી એક સીનીયર સીટીઝનનાં ઘરમાં ગયા હતા. જ્યાં અંદર પ્રવેશી ખાખાખોળા કર્યા હતા, રાત્રે 1.42થી જુદાજુદા વિસ્તારમાં ખેપ મારી માણેકલાલ રોડે પહોંચેલા તસ્કરોએ સિનિયર સિટીઝનના ઘરમાં હાથ ફેરા સાથે પરોઢીયે 4.42 કલાકે નાઇટ ડ્યુટી પૂરી કરી હતી. જોકે, ત્યાં સુધી પોલીસ ઓન ડ્યુટી દેખાઇ ન હતી. તસ્કરોએ છેલ્લે નિશાન બનાવેલા વૃદ્ધના ઘરમાંથી કાંઈ મળ્યું ન હોવાની માહિતી મળી હતી. જો કે આ બાબતે પોલીસ મથકે ફરિયાદ ન થઇ હોવાની માહિતી મળી છે. હવે બેફામ તસ્કરો સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

સીસીટીવીમાં બે તસ્કર કેદ, એકની પોલીસે અટક કરી હોવાની ચર્ચા

નવસારીમાં એક જ રાતમાં 20 સ્થળે તસ્કરો ત્રાટક્યાના પગલે ટાઉન પોલીસ પણ હરકતમાં આવીને બપોરનાં સમયે શંકાનાં આધારે એક યુવાનને પુછતાછ માટે લાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

તસ્કરો રોકડ સાથે 10 એનર્જી ડ્રિંક લઇ ગયા
મારી બે દુકાનોમાં જેકેટ અને ગરમ ટોપી પહેરી પ્રવેશેલા બે યુવાનો મારી રાજ બેકર્સ નામની દુકાનમાં આવ્યા અને સીધા દુકાનનાં ગલ્લામાંથી રોકડા 8 હજાર લઇને ફ્રીજમાં મુકેલ રેડ બુલ એનર્જી ડ્રીંકની 10 બોટલ પણ લઈ ગયા હતા. - કરન પમનાની, ફરિયાદી

બે પીઆઈ કક્ષાના અધિકારી હવે પેટ્રોલિંગમાં જશે
નવસારીમાં થયેલ ચોરીની ઘટના બાદ હવે એલસીબી અને એસઓજી વિભાગનાં પીઆઈ કક્ષાનાં અધિકારીઓ પણ નાઈટ પેટ્રોલિંગમાં જશે,પોલીસને આ ઘટના અંગે માહિતી મળી છે તેને આધારે પોલીસ કાર્યવાહી કરી ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડશે. - ડો.ગીરીશ પંડ્યા, એસપી, નવસારી

નવસારીના ઈતિહાસમાં એકસાથે 20 સ્થળે તસ્કરો ત્રાટકયાનો પ્રથમ બનાવ

Share Your Views In Comments Below