નવસારી શહેરમાં પીવાના પાણીમાં ગંદુ અને જીવાતવાળું પાણી એક સપ્તાહ પહેલા દસેરા ટેકરીમાં આવ્યા બાદ આજે વોર્ડ નબર 6 અને 10 માં આવતા સ્થાનિકો માં નગરપાલિકા ની પાણી વિતરણ ની કામગીરી પ્રત્યે આક્રોશ ની લાગણી વ્યાપી ગઈ છે.

નવસારીનાં વોર્ડ નબર 6 અને વોર્ડ નબર 10 નાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારોમાં આજ રોજ ગંદુ અને જીવાતવાળું પાણી આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને આજે વોર્ડ નબર 10 ના નગર સેવક પીયુષ ઢીમ્મરે જણાવ્યું કે આ બાબતે નગરપાલિકામાં પૂછતાં તેઓએ પહેલા નવી લાઈન નાખી અને જોડાણો પણ આપ્યા છે.

પણ ત્યારબાદ નગરપાલિકાએ સ્વીકાર્યું કે આ પાણી જૂની પાણીની લાઈનમાંથી જ આવ્યું છે.નવસારી પાલિકાને પાણી વિતરણ બાબતે ગભીરતા લેતા નથી એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ગંદુ અને જીવાતવાળું પાણી આવ્યું હતું. પણ નગરપાલિકા નાં શાસકો એ ગભીરતાથી ન લેતા આજે જૂની સમસ્યા જ યથાવત રહી છે.

મુખ્યમત્રીનાં લેખિત આદેશને પણ પાલિકાના શાસકો ધોળી પી ગયા
વોર્ડનબર-6 નાં સ્થાનિકો ગંદુપાણી બાબતે આ બાબતે મુખ્યમંત્રીને પણ પત્ર પણ લખ્યો છે પણ તે સમસ્યા યથાવટ રહી છે જેને પગલે લોકો માં નગરપાલિકા ઉપર મુખ્યમંત્રીનાં લેખિતમાં આદેશ છતાં પણ સમસ્યા યથાવત રહેતા લોકોમાં નવસારી પાલિકાનાં શાસકો પ્રત્યે રોષ જાગ્યો હતો.

નવી પાણીની લાઈનમાં સમસ્યા નથી
અમે સ્થળે જઈ તપાસ કરાવી છે. જેમાં જૂની પાણીની લાઈનમાં સમસ્યા છે.નવસારી પાલિકા દ્વારા નવી પાણીની લાઈન પણ નાખવામાં આવી છે જેમાં લોકો પાણીની નવી લાઈનમાં કનેક્શન લેતો મુશ્કેલી પડશે નહિ. - કાળુભાઈ ચાવડા ચેરમેન વોટર વર્કસ નવસારી

નવસારીનાં વોર્ડ 6, 10માં ગંદા-જીવાતવાળા પાણીની બૂમ

Share Your Views In Comments Below