કોરોનાના કેરની સામે લોકોના રક્ષણ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. કોરોના વાયરસથી લોકોને રક્ષણ આપવા અને સાવચેતીના ભાગરૂપે જિલ્લાની 697 જેટલી પ્રાથમિક શાળા, 236 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને 15 જેટલી કોલેજ અને ડાંગ જિલ્લાની 376 શાળા, કોલેજ 16મી માર્ચથી આગામી 29મી માર્ચ 2020 સુધી બંધ રખાશે.

ઉપરાંત જિલ્લામાં આવેલા 6 જેટલા મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે શાળામાં શૈક્ષણિક સ્ટાફ હાજર રહેશે અને ઉચ્ચકક્ષાએથી મળતી સૂચના આધારે કામગીરી પાર પાડશે. જોકે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ હોવાથી તેમાં કોઈ ફેરફાર કરાઈ નહીં. બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલશે. નવસારી સિવિલમાં પણ તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે.

જોકે આજદિન સુધીમાં માત્ર એક જ શંકાસ્પદ યુવાને ચેક કરાવ્યું હતુ. તેમને પંદર દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા પરંતુ તેમનામાં વાયરસના ચિન્હો જણાયા ન હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 50 એનઆરઆઈને પણ ઓબ્ઝર્વેશન હેઠળ 45 દિવસ રખાયા હતા. જોકે તેમનામાં આ વાયરસના ચિન્હો નહીં જણાતા તેમને ઘરે રવાના કરાયા હતા. યાદ રાખજો આ કોરોનાથી સાવચેતી માટે વેકેશન છે. ફરવા માટે નહીં. જેથી લોકોને ઘરમાં રહેવા સલાહ અપાઇ છે.

માસ્ક-સેનેટાઇઝરના કાળાબજારમાં 7 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે
નવસારી સહિત રાજ્યભરમાં માસ્ક અને સેનેટાઇઝરનો જથ્થો ગાયબ થયો છે ત્યારે માસ્ક અને સેનેટાઇઝરને આવશ્યક ચીજવસ્તુધારામાં સમાવાયા છે. આથી આ બંને વસ્તુનું કાળાબજાર કરનારાઓને નિયમ મુજબ 7 વર્ષ સુધીની કેદ થઇ શકે છે. કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે ગભરાવાના બદલે જો કોરોનાના લક્ષણ દેખાય તો સેલ્ફ ડીકલેરશન એટલે કે તંત્રનો સંપર્ક કરવો હિતાવહ છે.

4 શહેર અને 390 ગામમાં જાહેરમાં થૂંકશો તો રૂ.500ના દંડનો કડક અમલ
કોરોના વાયરસના સંક્રમિત વ્યક્તિના થુંકવાથી પણ કોરોના ફેલાય છે એવું સિદ્ધ થયું છે. આ સંજોગોમાં રાજ્ય સરકારના આદેશ હેઠળ નવસારી જિલ્લામાં પણ જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લામાં આવેલા ચાર શહેરો નવસારી, વિજલપોર, બીલીમોરા અને ગણદેવીમાં અહીંની પાલિકાએ આ આદેશનું પાલન કરાવવાનું રહેશે. જ્યારે જિલ્લાના 390થી વધુ ગામોમાં અહીંની ગ્રામ પંચાયતો પાલન કરાવશે. જાહેરમાં થુંકતો પકડાશે તો 500 રૂપિયા દંડ કરવાનું પણ નક્કી કરાયું છે. આ કાયદાકીય પ્રતિબંધ હાલ બે વીક મુકાયો છે. નવસારી શહેરમાં જાહેર સ્થળોએ થુંકતા લોકો ઉપર વોચ રાખવા ઠેર ઠેર મુકાયેલ સીસીટીવી મદદરૂપ થશે.

જાહેર સ્થળો પર તંત્રએ રાખવી પડશે તકેદારી
  • બસ સ્ટેન્ડ,ટેક્સી સ્ટેન્ડની તેમજ બસની અંદર નિયમિત સફાઇ કરાવવી તેમજ આ તમામ સ્થળો પર હાથ ધોવા માટે સાબુ,પ્રવાહી સાબુની વ્યવસ્થા કરાવવાની છે.
  • તમામ જાહેર જગાની સફાઇ કરવી,દવાનો છંટકાવ કરવો
  • સફાઇ કર્મચારીઓ સફાઇની કામગીરી દરમ્યાન માસ્ક,બૂટમોજાંનો ઉપયોગ કરે તેની ખાસ કાળજી લેવી
  • લગ્નવાડી,હોલમાં ગંદકી ન થાય અને તેની નિયમિત સફાઇ કરાય
  • તમામ સરકારી કચેરીમાં સાબુ-હેન્ડ વોશની વ્યવસ્થા કરવી

બોટનિકલ ગાર્ડન 31મી સુધી બંધ
ડાંગ જિલ્લામાં વઘઇ નજીક આવેલા ઔષધીય અને પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર બોટનિકલ ગાર્ડનમાં દરરોજ સેંકડો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. વઘઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ હોવાના કારણે પ્રવાસી નાસિક, શિરડીના દર્શને જતા હોય અવરજવરથી કોરોના રોગ ફેલાવાની શક્યતા વધારે હોય 16થી 31 માર્ચ સુધી ગાર્ડન પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો તંત્ર એ આદેશ આપ્યો છે.

યાદ રાખજો આ કોરોના વેકેશન છે, ફરવાનું નહીં

Share Your Views In Comments Below