નવસારી શહેરનાં લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ અટલબેહારી વાજપાય ગાર્ડન સુંદર શહેરની છબિ ખરડી રહ્યો છે ત્યારે પાલિકા તંત્રએ આ પાર્કની જાળવણી કરવામાં પાછી પાની કરી હોવાના કારણે જ આ સ્થિતિનું સર્જન થતાં આ ગાર્ડનમાં બાળકોને રમવાના તૂટેલા સાધનોમાં  કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય એવી પરિસ્થિતિ સ્થળ પર જોવા મળી રહી છે.

નવસારી શહેરના તમામ બાગોનું નવીનીકરણ કરી બાગો ટીપટોપ કરવાની વાતો સાથે પાલિકા ગાર્ડન સમિતિને અગાઉ અંદાજીત ૨ કરોડ ફાલવાની કરવામાં આવી હતી. નવસારી શહેરમાં આવેલ અટલ વાજપાય, સ્નેહ સાગર સોસાયટી, જ્યુબિલી, વિપુલ-હિરેન પાર્ક અને ચાંદની ચોક ખાતે બાળ ક્રિડાંગણ અજગરવાળા ગાર્ડનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ વાજપાય ગાર્ડન ૧૩ વર્ષ અગાઉ બનાવાયો હતો જેનું નવીનીકરણ થોડા વર્ષો અગાઉ કરવામાં આવ્યું હતું પરંતુ આજે ફરી વાજપાય ગાર્ડનમાં બાળકોને રમવાના તૂટેલા સાધનો જર્જરીત હાલતમાં થવા પામ્યા છે અને ગોળ ફરતી નાની ચકડોળતો જમીન દોસ્ત થવા પામી છે પરંતુ પાલિકા ગાર્ડન ચેરમેન શીલાબેન દેસાઈને  કામગીરીમાં રચિયાપચિયા હોવાને પગલે મુલાકાત કરી નજર પણ કરી શકતા નથી જેના પગલે બાગમાં આવનારા બાળકોને આંનદ ઉઠાવવામાં હાલાકી પડી રહી છે.

વાજપાય ગાર્ડન ઢળતી સાંજે પક્ષીઓનો કલબલાટ અને સાથે ભુલકાઓનો ખિલખિલાટ અહીં સાંભળવા મળે છે. સંધ્યાકાળે અહીં સિનિયર સિટીઝનો સાથે લોકોની ભારે ભીડ રહે છે. ખાસ કરીને રમવાના સાધનો હોવાથી બાળકોથી ગાર્ડન ગુંજી ઉઠે પણ અત્યારે જે રમત-ગમતના સાધનો છે, તે તદ્દન જર્જરિત હાલતમાં છે જેને રિપેરિંગ નહીં કરાતા બાળકો ભયના ઓથાર નીચે રમે છે વિલંબિત પ્રોજેકટના લીધે બાળકોને રમવાના સાધનોને રિપેર કરાતા નથી, જે સાધનો જર્જરિત હાલતમાં છે, બાળકો રમત- રમતા કયારે જાનહાની થઇ શકે તે નક્કી નથી. તેના વિકાસમાં એક વખત કામ કર્યા બાદ પાલિકા તંત્રનું ધ્યાન દેતું નથી. અંદરના ભાગમાં સફાઇ, રમત ગમતના સાધનોની મરામતથી માંડી મેન્ટેનશન કામમાં પાલિકાને સમય નથી!

વાજપાય ગાર્ડનના નવીનીકરણ અંતર્ગત અંદાજીત ૪૦ લાખ ફાળવવામાં આવ્યા હતા પરંતુ હાલ બાળકોની પરીક્ષા કાર્યરત છે અને થોડા દિવસોમાં ઉનાળુ વેકેશન આવવતાં બાળકો મોટી સંખ્યામાં રમત-ગમત સાથે આનંદ મેળવા આવશે પરંતુ લસરપટ્ટીનાં અવાજ કરતાં પાઈપો તૂટેલી હાલતમાં,  તૂટેલ લસરપટ્ટી અને જમીન દોસ્ત થવા પામેલ ગોળ ફરતી નાની ચકડોળને જોઈ બાળકો મુર્જાય જશે અથવા જીદ કરી મજા માનવામાં બાળકોનાં શરીર પર નાની મોટી ઈજા થવા પામશે તો તેના જવાબદાર વાલીઓ કે પાલિકા તંત્ર થવા પામશે? આ પાર્કમાં વિવિધ સાધનો તૂટેલી અવસ્થામાં અને જર્જરિત થઈ જવા પામતાં નવસારી પાલિકા  તંત્રએ આ પાર્કની જાળવણી કરવામાં પાછી પાની કરી હોવાના કારણે જ આ સ્થિતિનું સર્જન થયું છે.

યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ

ગાર્ડનમાં મુકવામાં આવેલી સુવિધા હાલમાં જર્જરિત થઇ ગઇ છે. પાલિકાના અંધેર વહિવટને કારણે ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા કસરતનાં સાધનો સાથે સ્કેટીંગની ઉભી કરેલ કોર્ડન એંગલ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ગાર્ડનમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ-બાળકો અને વૃધ્ધો વોકિંગ અને રિફ્રેશમેન્ટ માટે આવે છે. પરંતુ, ગાર્ડનમાં યોગ્ય સુવિધાનાં અભાવે લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ગાર્ડનનું રિનોવેશન કરી બાળકો  માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા શેહારીજનોની માંગ ઉઠવા પામી છે.

દુર્ઘટનાની જવાબદારી કોની રહેશે
વાજપાય ગાર્ડનમાં બાળકોને રમવાના સાધનો તુટવા સાથે જમીન દોસ્ત થયા છે સંધ્યાકાળે ભુલકાઓનો કલબલાટ સંભળાય છે, ત્યાં રમત-ગમતના સાધનોની અવદશામાં બાળકો લસરપટ્ટીમાં માટે જોખમ હોવા છતાં પાલિકા તંત્રએ ધ્યાનમાં લીધી હતી, જેના પરિણામે હવે ભવિષ્યમાં કોઇ જાનહાની થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ વાલી વર્ગમાંથી જોવા મળી રહી છે ત્યારે ગાર્ડન ચેરમેન શીલાબેન દેસાઈ આંખો ઉગાડશે.

વાજપાય ગાર્ડનમાં બાળકોને રમવાના અને કસરતના સાધનોની રિપેર કરાતા નથી, જે સાધનો જર્જરિત હાલતમાં છે, બાળકો રમત- રમતા કયારે જાનહાની થઇ શકે તે નક્કી નથી.

વાજપાય ગાર્ડનમાં બાળકો સાથે પાલિકા તંત્ર દ્વારા ખિલવાડ, બાળકોને રમવાના સાધનો જર્જરીત

Share Your Views In Comments Below