નવસારી શહેરમાં 13 માર્ચે 20થી વધુ દુકાનોની શટર ઊંચું કરી બે યુવાનોએ ચોરીને અંજામ આપ્યો હતો. બંને તસ્કર દુકાનોનાં સીસીટીવીનાં કેમેરામાં કેદ થયા હતા.જે બાદ નવસારી પોલીસ એક્શનમાં આવીને રાત્રી પેટ્રોલિંગમાં ફરજ બેદરકારી બદલ ચારપુલ પોલીસ મથકનાં પોસઈ એચ.એસ.ચાવડાને એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો. આખરે પોલીસે આ ચોરી પ્રકરણમાં સુરતના બે યુવાનોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે.

નવસારી શહેર નાં ઈતિહાસમાં પ્રથમ વખત 20 થી વધુ દુકાનો નાં તાળા તૂટ્યાનો પ્રથમ બનાવ હોય પોલીસ પણ હરકતમાં આવી હતી અને એલસીબી પોલીસ ને તપાસ સોપતા એલસીબી નાં હેકો નીલેશ અશોકભાઈ,પોકો અર્જુન પ્રભાકર અને પોકો અજય મહાદેવને ખાનગી રાહે તપાસ કરતા એક રીક્ષામાં નવસારીનાં વિરાવળ થી કાશીવાડી નાં રીંગરોડ પર બે યુવાનો ચોરી કરવા આવનાર છે.

તે બાતમીને આધારે રીક્ષા નબર GJ 05 0894 આવતા તેમને રોકી તપાસ કરતા રીક્ષામાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ લાલો સોમનાથ ભીલ (રહે સીમાડા નાકા વરાછા રોડ સુરત મૂળ અમદાવાદ વિરમગામ) અને મુકેશ કૌશિક ઓગલીયા (રહે.વાવ કામરેજ સુરત અને મૂળ રહે ધંધુકા અમદાવાદ ) બન્નેએ તા.13 માર્ચનાં રોજ રાત્રીનાં સમયે નવસારી શહેરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી પોલીસે આ રીક્ષામાંથી ચોરીનો કુલ્લે રૂ.1.૩૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી નવસારી શહેરની ઈતિહાસમાં પ્રથમ વાર થયેલ ચોરીનાં બનાવને ઉકેલવામાં સફળતા મેળવી હતી.

વધુ તપાસ એલસીબી પોલીસ કરી રહ્યા છે. નવસારીમાં એક જ રાત્રી એ ચોરી થઇ જેમાં નગરપાલિકા પાસે કાચવાલાની દુકાન, ફુવારા પાસે બે દુકાનોમાં ચોરી થઈ તેનાં સીસી ટીવી કેમેરામાં એક ફોર વ્હીલ જતી દેખાય છે જો કે પોલીસે આ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હોવાની માહિતી આપી જેમાં આ રીક્ષામાં આવેલ ચોરો એ જ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

સોનાનું લુઝ કિંમત 57 હજાર, ચાંદીના સિક્કા નંગ 2 કિંમત રૂ.800, સ્ક્રુ ડ્રાઈવર, વિવિધ દેશોના એન્ટીક સિક્કાઓ, રોકડા, મોબાઈલ, રીક્ષા કિંમત રૂ. 50 હજાર મળી કુલ્લે રૂ.1.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બેનના ઘરે આવ્યા હતા, ઈચ્છા ખાતર ચોરી કરી

નવસારીમાં ચોરી કરનારા બન્ને રીક્ષાચાલક છે. બે પૈકી મુકેશ ઓગલીયાની બહેન નવસારીમાં રહેતી હોય તેના ઘરે મહેમાન તરીકે રીક્ષામાં આવ્યા હતા અને રાત્રી સમયે જમીને ઘરે સુરત પરત જતા હતા ત્યારે બન્નેને ચોરી કરવાની ઈચ્છા થતા તેઓએ નવસારીમાં ચોરીને અંજામ આપ્યો હતો. મળેલ બાતમીને આધારે નવસારીમાં ચોરી કરનારાઓને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ભેદ ઉકેલ્યો હતો.આ બંને ચોર અગાઉ મોબાઈલ અને ભંગાર ચોરી નાં કેસમાં પોલીસની નજરે ચડ્યા હતા. - બી.એસ.મોરી, ડીવાયએસપી

એક જ રાતમાં 20થી વધુ ચોરી કરનારા બે યુવકોની પોલીસે ઘરપકડ કરી

Share Your Views In Comments Below