નવસારીના કુંભારવાડ ખાતે આવેલ કેનેરા બંકમાં ચાલતા એનઆરઆઇના બે ખાતામાંથી બોગસ દસ્તાવેજો દ્રારા ઉપાડેલ રૂ.11.46 લાખની માતબાર રકમમાં નવસારી કોર્ટે આરોપી પટાવાળાને તકસીરવાર ઠૅરવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરવા સાથે રૂ.5000નો દેડ પણ ફટકાયૉ હતો. આ કેસમાં એપીપી તરીકે કે. એમ. પટેલે સરકાર તરફે દલીલો કરી હતી. કોર્ટે પણ બેંક કર્મચારી જાહેર જનતાનો સેવક તથી સમાજમાં તેણે નિષ્ઠાપુર્વક સેવા કરવી જોઇએ તેમ કહીને સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગત મુજબ નવસારીના કુંભારવાડ ખાતે આવેલ કેનેરા બેંકમાં પટાવાળા તરીકે ભાઇદાસ હરિદાસ સોનવણે (રહે. વિજલપુર-તીરૂપંતિનગર જલાલપોર) ફરજ બજાવતો હતો. આ બેકમાં વિદેશમાં રહેતા નટુભાઇ છગન લાડ તેમની પત્ની પુષ્પા નટુ લાડ, તથા પુત્ર પરેશ નટુ લાડનુ સંયુક્ત ખાતુ ચાલતુ હતુ. જેનો વહીવટ પણ કહે છે કે ભાઇદાસ કરતો હતો. નટુભાઇનુ અવસાન થતા જ આરોપી ભાઇદાસે તેની ખોટી ડુપ્લીકેટ સહી કરી, ડુપ્લીકેટ પાસબુક-ચેકબુક મેળવી ખોટી સહીઓ કરીને રૂ.11,13,000 જેવી માતબાર રકમ ઉપાડી લીધી હતી. તો હંસાબેનના ખાતામાંથી પણ રોકડા રૂ.33000 ઉપાડી લીધા હતા.

જે બાદ બેકમાં મેનેજર પાસે રૂ.45000નો ચેક ઉપાડવા જતા તેમા આકડામાં તથા શબ્દોમાં તફાવત આવતા મેનેજરે ટુકી સહી કરાવવાનું કહ્યુ હતુ. મેનેજરને ખબર પડી હતી કે નટુભાઈના સગા બેંકની પડોશમાં જ રહે છે તેને પુછતા તેણે નટુભાઇ લાડનુ અવસાન થયાનુ અને આ બાબતની જાણ તેની પત્ની તથા પુત્રોને કરી હતી.

જે અહીં આવતા તેમણે આવો કોઇ ચેક ન આપ્યુનુ કહી પોલીસ કેસ કરતા પોલીસે આરોપી ભાઇદાસ સોનવણેની અટક કરી હતી. જે કેસ નવસારીની ચીફ જ્યુડી.મેજી. આર. આર. તાપીયાવાલાની કોર્ટમાં ચાલી જતા તેમણે સરકારી વકીલ કે. એમ. પટેલની દલીલો તથા પુરાવાને ધ્યાને આરોપીને વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠૅરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્કના પટાવાળાએ એનઆરઆઈના બે ખાતા માંથી બોગસ દસ્તાવેજોના આધારે નાણાની ઉચાપત કરી હતી.

૧૧.૪૬ લાખની છેતરપીંડીના કેસમાં કેનેરા બેંકના પટાવાળાને પાંચ વર્ષની સખત કેદ

Share Your Views In Comments Below